For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેન બાદ હવે શરૂ થશે વિમાન સર્વિસ, ફ્લાઈટમાં ખાવાનુ નહિ મળે

ટ્રેન બાદ હવે શરૂ થશે વિમાન સર્વિસ, ફ્લાઈટમાં ખાવાનુ નહિ મળે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લલૉકડાઉન 3 વચ્ચે ભારતીય રેલવેએ 15 શહેરો માટે યાત્રી ટ્રેન સેવા 12 મેથી શરૂ કરી રહી છે. મંગળવારથી રાજધાની દિલ્હીના 15 શહેરો માટે ટ્રેન ચાલશે. આજથી ટ્રેન ટિકિટોની બુકિંગ શરૂ થઈ જશે. ટ્રેન બાદ હવે વિમાન સેવા શરૂ થવાના અણસાર પણ જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયન એરલાઈન્સ પણ જલદી જ પોતાની સેવાઓ શરૂ કરશે. 17 મે બાદ વિમાન સેવાઓ શરૂ થવાની ઉમ્મીદ છે. સીએનએન ન્યૂજ 18ના અહેવાલ મુજબ લૉકડાઉન પૂરું થયા બાદ ફરી એકવાર વિમાન સેવા શરૂ થઈ શકે છે. જો કે વિમાન સફર દરમિયાન તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. જ્યારે સફર દરમિયાન તમારી પાસે ખોરાકનો વિકલ્પ નહિ હોય.

17 મેથી શરૂ થશે વિમાન સેવા

17 મેથી શરૂ થશે વિમાન સેવા

રિપોર્ટ મુજબ 17 મે બાદ વિમાન સેવાઓ શરૂ થઈ શકે છે. વિમાન સેવાઓ શરૂ કરતા પહેલા સિવિલ એવિએશન સિક્યોરિટી બ્યૂરો અને સિવિલ એવિએશનના ડાયરેક્ટર જનરલ સોમવારે દેશના પ્રમુખ એરપોર્ટનો પ્રવાસ કરશે અને ત્યાંના હાલાતનો રિપોર્ટ લેશે કે એરપોર્ટ લૉકડાઉન દરમિયાન સફર માટે સુરક્ષિત છે કે નહિ અને સફર માટે જરૂરી શરતોનનું પાલન કરાવવા માટે ત્યાં પર્યાપ્ત સાધન છે કે નહિ.

નિયમોમાં કેટલાય બદલાવ

નિયમોમાં કેટલાય બદલાવ

વિમાન સેવા શરૂ કરતા પહેલા સફરને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે કેટલલાય બદલાવ કરવામાં આવ્યા છે. જ્યારે સફર માટે યાત્રીઓને પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. સૂત્રો મુજબ ઓછી દૂરીની ફ્લાઈટ માટે ખાવાનું આપવામાં નહિ આવે. જાણકારી મુજબ 2 કલાક સુધીના સફર માટે ક્રૂ મેમ્બર્સ યાત્રિઓને ખોરાક નહિ પીરશે. વિમાનમાં સફર કરનાર દરેક યાત્રી પાસે મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત હશે. આ એપ દ્વારા યાત્રા દરમિયાન સંક્રમણથી સંબંધિત જાણકારી હાંસલ કરી શકાશે.

12 મેથી શરૂ થઈ રહી છે ટ્રેન સેવા

12 મેથી શરૂ થઈ રહી છે ટ્રેન સેવા

જણાવી દઈએ કે 12 મેથી ટ્રેન સેવા શરૂ થઈ રહી છે. ટ્રેનની શરૂઆત સૌથી પહેલા નવી દિલ્હીથી થશે. તમે આ રૂટ પર જ ટિકિટની બુકિંગ પણ કરાવી શકો છો. આ રૂટ્સમાં નવી દિલ્હીથી ડિબ્રૂગઢ સ્પેશિયલ ટ્રેન, નવી દિલ્હીથી અગરતલા, નવી દિલ્હીથી હાવડા, નવી દિલ્હીથી પટના, નવી દિલ્હીથી બિલાસપુર, નવી દિલ્હીથી રાંચી, નવી દિલ્હીથી ભુવનેશ્વર, નવી દિલ્હીથી સિકંદરાબાદ, નવી દિલ્હીથી બેંગ્લોર, નવી દિલ્હીથી ચેન્નઈ, નવી દિલ્હીથી તિરુવનંતપુરમ, નવી દિલ્હીથી મડગાંવ, નવી દિલ્હીથી મુંબઈ સેન્ટ્રલ, નવી દિલ્હીથી અમદાવાદ અને નવી દિલ્હીથી જમ્મુ તવી માટે ચાલશે. આ ટ્રેનમાં રિટર્ન ટિકિટ પણ ઉપલબ્ધ છે.

પીએમ મોદી બેઠકમાં બોલ્યાઃ કોરોના વાયરસ ગામો સુધી ન ફેલાવો જોઈએપીએમ મોદી બેઠકમાં બોલ્યાઃ કોરોના વાયરસ ગામો સુધી ન ફેલાવો જોઈએ

English summary
flight operations are also likely to resume in a phased manner from May 17.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X