Flood Updates: ભારે વરસાદે 7 રાજ્યોમાં વરસાવ્યો કહેર, નિષ્ણાતોએ જણાવ્યા આ કારણો

Flood Updates: સતત વરસી રહેલા અતિ ભારે વરસાદે સમગ્ર ઉત્તર ભારત પર કહેર વરસાવ્યો છે. હિમાચલ પ્રદેશની હાલત સૌથી વધુ ગંભીર છે. વળી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડની સ્થિતિ પણ કંઈક એવી જ છે.

દેશના સાત રાજ્યોમાં પૂરના પ્રકોપથી લોકો ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં સ્થિતિ દસ વર્ષ પહેલા કેદારનાથમાં આવેલા પ્રલય જેવી બની ગઈ છે. આ પ્રલયમાં છ હજારથી વધુ લોકોના મોત નીપજ્યા હતા.

himachal rain

ભારતના સાત રાજ્યોમાં આવેલા જળ પ્રલયના કારણે અત્યાર સુધી 80થી વધુ લોકોના મોત થઈ ગયા છે. અતિ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયુ છે અને લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

દિલ્લી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ કાશ્મીરમાં પણ પૂરની સ્થિતિ છે. દેશમાં આ રીતે બની રહેલી પૂરની ઘટનાઓ ઘણી ચોંકાવનારી છે. હવામાને આ રીતે અચાનક ભયાનક તબાહી મચાવી છે. એવામાં સવાલ ઉઠે છે કે શું હવામાન વિભાગ સહિત અન્ય એજન્સીઓ હવામાનનુ યોગ્ય પૂર્વાનુમાન નથી લગાવી શકતી. સમય પર માહિતી નથી આપી શકતી માટે નુકશાન વધી રહ્યુ છે.

નિષ્ણાતોનુ માનવુ છે કે જો સમય પહેલા આ ઘટનાઓનુ ચોક્કસ માહિતી મળી જાય તો જાનમાલનુ નુકશાન ઓછુ થશે. જો કે, હવામાન વિભાગ માટે આવુ હવામાનનુ પૂર્વાનુમા લગાવવુ મુશ્કેલ બની ગયુ છે. જો કે, આઈએમડીનો દાવો છે કે તેણે અતિ ભારે વરસાદવાળી મોટાભાગની આગાહીઓને યોગ્ય સમયે જણાવી હતી. તેમછતાં અમુક નિષ્ણાતોનુ કહેવુ છે કે આમાં સુધારો કરી શકાય છે.

ઘણા ભાગોમાં હવામાન કારણ વિના વિનાશ વેરે છે. આનુ કારણ ગ્લોબલ વૉર્મિંગ માનવામાં આવી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ ગ્લોબલ વૉર્મિંગની અસર છે. તાપમાન વધવાના કારણે વાયુમંડળની જળબાષ્પ ધારણ ક્ષમતા વધી છે. આનો અર્થ છે કે આપણી પાસે વધુ ગાઢ વાદળા છે. આ જ વધુ વરસાદનુ કારણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X