For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેનોમાં ચા, કોફી, બ્રેક ફાસ્ટ થશે મોંઘા

By Super
|
Google Oneindia Gujarati News

departtrain
નવીદિલ્હી, 27 ડિસેમ્બરઃ મેઇલ અને એક્સપ્રેસ ટ્રે્નોમાં મળતી ચા, કોફી અને ખાવાનું ટૂંક સમયમાં મોંઘુ થવાનું છે. તેની કિંમતોમાં 50થી 90 ટકા સુધીનો વધારો થઇ શકે છે. 3 રૂપિયામાં મળનારી ચા 5 રૂપિયામાં મળશે, ચાર રૂપિયામાં મળનારી કોફી 7 રૂપિયામાં મળશે.

17 રૂપિયામાં મળનારો નાસ્તો 30 રૂપિયામાં મળશે. સસ્તા જનતા મીલ પણ 100 ટકા મોંઘુ થઇ જશે. હાલ જનતા મીલ 10 રૂપિયામાં મળે છે. નોંધનીય છે કે લાઇસન્સ ધારી વેન્ડર્સ પહેલા જ આ વસ્તુઓના ભાવમાં 50થી 100 ટકાનો વધારો કરી ચૂક્યું છે. આગામી વર્ષે જ્યારે રેલના ભાડામાં વધારો થશે અને કેટરિંગમાં નવા કોંટ્રાક્ટ આપવામાં આવશે ત્યારે રાજધાની અને શતાબ્દીમાં મળનારું ખાવાનું પણ મોંઘુ થશે.

નોંધનીય છે કે ગત મહિને ટ્રેનો અને રેલવે સ્ટોશનો પર મળનારા બોતલબંધ રેલ નીર મોંઘા થઇ ચૂક્યા છે. કિંમતોમાં છેલ્લા એક દશકામાં કોઇ ફેરફાર થયો નથી. વેન્ડર્સનું કહેવું છે કે 2003ની કિમતો પર વ્યવસાય કપરો થઇ ગયો છે. સતત ફરિયાદોના કારણે ક્વોન્ટેટી અને ક્વોલિટીને અસર થઇ રહી છે.

જ્યારે પવન કુમાર બંસલ રેલમંત્રી બન્યા હતા ત્યારે તેમણે રેલવે ભાડામાં વધારાના સંકેત આપ્યા હતા. નવી કિંમતોમાં 8.66 ટકાનો સર્વિસ ટેક્સ પણ ઉમેરવામાં આવ્યો છે. રેલ મંત્રાલયે તમામ જોનના કોચની કિંમતોનું વિવરણ કરવા કહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે જે ખાવાનું લંચમાં આપવામાં આવે છે તે ડિનરમાં પીરસવામાં ના આવે. દરરોજ મેનુમાં બદલાવ કરવો પડશે.

English summary
Food on trains and railway stations will finally be costlier. Prices have gone up by between 50 and 100 per cent for all meals, tea and coffee sold by licenced vendors. The new prices will be effective immediately.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X