For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ સત્રમાં પાસ ના થઇ શક્યું ખાદ્ય સુરક્ષા બિલ

|
Google Oneindia Gujarati News

loksabha
નવી દિલ્હી, 22 માર્ચ: કોંગ્રેસ ચેરપર્સનની મહત્વકાંક્ષી યોજના ખાદ્ય સુરક્ષા બિલ લોકસભામાં રજૂ ના થઇ શક્યો. જોકે સરકારની ઇચ્છા હતી કે બજેટ સત્રમાં જ આ બિલને સંસદમાં પાસ કરાવી લેવામાં આવે, પણ એવું ના થઇ શક્યું. લોકસભા હવે 22 એપ્રિલ સુધી સ્થગિત થઇ ચૂકી છે.

2014ની ચૂંટણી તૈયારીઓમાં લાગી ચૂકેલી કોંગ્રેસ ઇચ્છતી હતી આગામી લોકસભા ચૂંટણી સુધી આને આખા દેશમાં લાગૂ કરવામાં આવે. ભ્રષ્ટાચાર, ઘોટાળો અને મોંઘવારીના મુદ્દે સરકાર પહેલાથી બેકફૂટ પર છે, એવામાં સરકાર પાસે લોકો પાસે વોટ માગવાનું કોઇ કારણ નથી. ખાદ્ય સુરક્ષા બિલ એવી યોજના છે જેના દમ પર સરકાર લોકો પાસે વોટ માગી શકતી હતી.

પ્રસ્તાવિત ખાદ્ય સુરક્ષા બિલ અંતર્ગત દરેક વ્યક્તિને 5 કિલો સસ્તું અનાજ આપવાની યોજના છે એટલે કે પાંચ સભ્યોવાળા પરિવારને દર મહિને 25 કિલો અનાજ મળશે જોકે આ યોજનાથી સરકારી તિજોરી પર 1 લાખ 25 હજાર કરોડ રૂપિયાનો બોજ પડતો.

સોનિયા ગાંધીના મહત્વકાક્ષી ખાદ્ય સુરક્ષા બિલને કેબિનેટ પહેલેથી જ આને મંજૂરી આપી ચૂક્યુ છે. જોકે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત આવનાર લગભગ 2.43 કરોડ ખુબજ ગરીબ પરિવારોને પરિવાર દીઠ દર મહિને 35 કિલોગ્રામ ખાદ્યાન્ન મેળવવાની કાનૂની લાયકાત રહેશે.

English summary
UPA Chairperson Sonia Gnadhi's Dream project Fodd security bill not tabled in Lok Sabha Today because of Lok Sabha was adjourned till 22 of April.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X