For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરછાના માર્ગો પર ફરે છે એક 'વિદેશી ગાંધી'

|
Google Oneindia Gujarati News

ટીકમગઢ, 10 માર્ચ: બુંદેલખંડની અયોધ્યા કહેનાર ઓરછામાં ફ્રાંસથી આવેલા એક શખ્શ મહાત્મા ગાંધીની યાદ તાજા કરાવી દે છે. તેનો પહેરવેશ અને અંદાજ મહાત્મા ગાંધી જેવો જ છે અને તે પણ સત્ય-અહિંસાનો સંદેશો લોકો સુધી પહોંચાડી રહ્યો છે.સ્પોર્ટ્સ ટીચર રહી ચૂકેલા જોની હાલમાં ભારત પ્રવાસ કરી રહ્યા છે. હાથમાં લાકડી, શરીર પર લપેટાયેલી ધોતી અને આંખોમાં રોનક જોઇને દરેકને તેમનામાં મહાત્મા ગાંધી દેખાઇ આવે છે. તેમનો કદ-લાકડી અને ચાલઢાલ પણ મહાત્મા ગાંધી સાથે મેળ ખાય છે.

gandhi
જોની હવે ઓરછાના માર્ગો પરથી પસાર થાય છે તો તેમને જોવાવાળાઓની ભીડ જામી જાય છે. એટલું જ નહીં પરંતુ તેમને હાથ મેળવવા માટે લોકો ઉમટી પડે છે. પ્રત્યક્ષદર્શી રવિન્દ્ર કહે છે કે તેમણે મહાત્મા ગાંધીને નથી જોયા પરંતુ જોનીને જોઇને ગાંધીને મળ્યાનો જ આનંદ થાય છે.

જોની કહે છે કે મહાત્મા ગાંધીએ આ દેશની આઝાદીની લડાઇ લડી અને લોકોને અહિંસાના પાઠ ભણાવ્યા. એ જ કારણ છે કે ગાંધીને દેશ જ નહીં પરંતુ દુનિયાના લોકો યાદ કરે છે. ગાંધી મહાન હતા અને તેમણે આજીન સત્ય અહિંસાનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો. એ જ સંદેશ તેમના જીવનનો પણ ધ્યેય વાક્ય બની ચૂક્યો છે.

ભારત ભ્રમણ માટે આવેલા જોની બધાના આકર્ષણનું કેન્દ્ર બની ચૂકેલા છે, કારણ કે નવી પીઢીએ મહાત્મા ગાંધીને જોયા નથી. તેઓ જોનીને જોઇને રોમાંચિત થઇ ઉઠે છે, અને તેમના દ્વારા ગાંધીને ઓળખવાની કોશિશ કરે છે. જોની હિંદી તો નથી જાણતા પરંતુ અંગ્રેજીમાં પોતાનો સંદોશ આપવાનો પ્રયત્ન કરે છે.

English summary
A man came from France in Orchha district in Bundelkhand region is on the way of Mahatma Gandhi.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X