For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશ: બસપાના પૂર્વ ધારાસભ્ય સહિત 3ની હત્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

murder
લખનઉ, 19 જુલાઇ: ઉત્તર પ્રદેશના આઝમગઢમાં શુક્રવારે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના પૂર્વ ધારાસભ્ય સર્વેશ સિંહ સહિત ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના આઝમગઢમાં ઘટી હતી. મૃતકોમાં એક બોડી ગાર્ડ અને એક વેપારી પણ સામેલ છે. આ ઘટના બાદ આઝમગઢમાં તણાવભરી સ્થિતી પેદા થઇ છે.

મળતી માહિતી મુજબ ત્રણ અજ્ઞાત હુમલાવરોએ પૂર્વ ધારાસભ્યના કાફલા પર હુમલો કરી ગોળીબાર કર્યો હતો. પૂર્વ ધારાસભ્યને ગોળી માર્યા બાદ બે લોકોની પણ ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. આ ઘટના બાદ આઝમગઢમાં જબરજસ્ત હિંસા અને આગચંપીના બનાવો બન્યા હતા.

સર્વેશ સિંહ પહેલાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હતા, પછી તે બહુજન સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તે વિધાનસભાની ચૂંટણીમાં બસપાના આઝમગઢના ઉમેદવાર હતા.

પોતાના નેતાની હત્યાથી ગુસ્સે ભરાયેલા સમર્થકોએ ગાડીઓ સળગાવી દિધી છે. આક્રોશિત ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટાળાને વેરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટોળુ બેકાબુ બની જતાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. ફાયરિંગ દ્વારા મચેલી ભાગદોડમાં કેટલાક લોકોને ઇજા પહોંચી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતાં જ હજારો લોકો જીએનપુર પહોંચી ગયા અને પોલીસ સ્ટેશનને ઘેરી પથ્થરમારો શરૂ કરી દિધો હતો અને ગાડીઓને આગ લગાવી દિધી હતી. ભીડને છુટી પાડવા માટે પોલીસે હવામાં ગોળીઓ ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ભીડમાંથી પણ લોકોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. એસપી અને ડીઆઇજી ઘટનાસ્થળે પહોંચી સ્થિતી પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

English summary
A former MLA was among two persons who were on Friday shot dead by some unidentified persons in Chiku locality in Jiyanpur area here, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X