નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત હશે જી 20ના નવા શેરપા, વર્ક લોડના કારણે પિયુષ ગોયલ છોડશે પદ
ભૂતપૂર્વ નીતિ આયોગના CEO અમિતાભ કાંત G20 સમિટ માટે નવા શેરપા હશે. તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું સ્થાન લેશે. G20 દેશોનું પ્રમુખપદ મેળવ્યા બાદ ભારતને ફુલ ટાઈમ શેરપાની જરૂર છે. જેમણે દેશના વિવિધ ભાગોમાં સભાઓ માટે ઘણો સ
ભૂતપૂર્વ નીતિ આયોગના CEO અમિતાભ કાંત G20 સમિટ માટે નવા શેરપા હશે. તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું સ્થાન લેશે. G20 દેશોનું પ્રમુખપદ મેળવ્યા બાદ ભારતને ફુલ ટાઈમ શેરપાની જરૂર છે. જેમણે દેશના વિવિધ ભાગોમાં સભાઓ માટે ઘણો સમય ફાળવવો પડશે.

વ્યસ્ત છે પિયુષ ગોયલ
પિયુષ ગોયલ પર ઘણી જવાબદારી છે. તેઓ તેના માટે આટલો સમય ફાળવી શકતા નથી. આથી અમિતાભ કાંતને નવા શેરપા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલ પાસે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, FTA, WTO, કાફેડ, ટેક્સટાઇલ જેવી અન્ય જવાબદારીઓ પણ છે. જેના કારણે તેઓ ખૂબ જ વ્યસ્ત રહે છે.

FTA વાટાઘાટોનું ગોયલે નેતૃત્વ કર્યુ
ભૂતકાળમાં, ગોયલે UAE અને ઑસ્ટ્રેલિયા સાથે FTA વાટાઘાટોનું નેતૃત્વ કર્યું છે અને ભારતને UK અને EU સાથે મહત્વપૂર્ણ FTA માટે સંપૂર્ણ સમય ધ્યાન આપવાની જરૂર છે. એફટીએમાં વિશાળ બજાર અને શ્રમ સઘન ઉદ્યોગનો સમાવેશ થાય છે, જે લાખો નોકરીઓનું સર્જન કરી શકે છે. આવી સ્થિતિમાં, ભારત મુખ્ય વિભાગો પરથી તેમનું ધ્યાન હટાવવાનું પસંદ કરશે નહીં, કારણ કે FTAs ભારતના શ્રમ-સઘન ક્ષેત્રો માટે ગેમ ચેન્જર બની શકે છે.

WTOમાં પણ ગોયલના માર્ગદર્શનની જરૂર
WTOમાં પણ ગોયલના માર્ગદર્શનની જરૂર છે, જ્યાં ગયા મહિને WTO મંત્રી સ્તરની બેઠક દરમિયાન ભારતે દેશ માટે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું હતું.

ભારત G20 સમિટની યજમાની કરશે
ભારત 1 ડિસેમ્બર 2022 થી G20 સમિટનું આયોજન કરશે. તે 30 નવેમ્બર, 2024 ના રોજ પૂર્ણ થશે. 2023માં પ્રથમ વખત G20 લીડર્સ સમિટનું આયોજન કરશે. ભારત પ્રમુખ, વર્તમાન અને આવનારા G20 પ્રમુખો દ્વારા રચાયેલી G20 ટ્રોઇકાનો પણ ભાગ છે.

નીતિ આયોગના છ વર્ષ માટે CEO
અમિતાભ કાંત લગભગ છ વર્ષ સુધી નીતિ આયોગના સીઈઓ હતા. કેરળ કેડરના IAS અધિકારી કાંત અગાઉ ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ (DIPP)ના સચિવ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
