Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૂર્વ CJI રમેશ ચંદ્ર લાહોટીનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો!

સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રમેશ ચંદ્ર લાહોટીનું 81 વર્ષની વયે નિધન થયું છે. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ રમેશ ચંદ્ર લોહાટીનું બુધવારે સાંજે નિધન થયું હતું.

નવી દિલ્હી, 24 માર્ચ : સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રમેશ ચંદ્ર લાહોટીનું 81 વર્ષની વયે નિધન થયું છે. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ રમેશ ચંદ્ર લોહાટીનું બુધવારે સાંજે નિધન થયું હતું. જસ્ટિસ લાહોટી દેશના 35માં ચીફ જસ્ટિસ હતા. જસ્ટિસ લાહોટીને 1 જૂન 2004ના રોજ ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ 1 નવેમ્બર 2005ના રોજ નિવૃત્ત થયા હતા. આ સાથે જસ્ટિસ લાહોટી પીટીઆઈના પૂર્વ નિર્દેશક પણ રહી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જસ્ટિસ લાહોટીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્વીટ કરીને લખ્યું, "પૂર્વ CJI શ્રી આરસી લાહોટીજીના નિધનથી દુઃખી છું. ન્યાયતંત્રમાં તેમના યોગદાન અને વંચિતોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા પર ભાર આપવા માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

Ramesh Chandra Lahoti

દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન સાથે 20,000 કરોડના હાઈ પ્રોફાઈલ કેસમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમની નિમણૂક પણ કરવામાં આવી હતી. જસ્ટિસ લાહોટીનો જન્મ 1 નવેમ્બર 1940ના રોજ થયો હતો, 1960માં ગુના જિલ્લાના બારમાં જોડાયા હતા અને 1962માં તેમની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ પછી, એપ્રિલ 1977 માં તેમની સીધી રાજ્ય ઉચ્ચ ન્યાયિક સેવામાં નિમણૂક કરવામાં આવી અને જિલ્લા સેશન્સ જજ બનાવવામાં આવ્યા. આ પછી જસ્ટિસ લાહોટી મે 1978માં બારમાં પાછા ફર્યા અને હાઈકોર્ટમાં ફરી પ્રેક્ટિસ શરૂ કરી.

બાદમાં 3 મે 1988ના રોજ તેમની મધ્યપ્રદેશ હાઈકોર્ટના વધારાના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ 4 ઓગસ્ટે તેમને આગામી ચાર વર્ષ માટે કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. 7 ફેબ્રુઆરી 1994ના રોજ જસ્ટિસ લાહોટીને દિલ્હી હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા અને બાદમાં 9 ડિસેમ્બર 1998ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ જસ્ટિસ લાહોટીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X