For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરપોર્ટ પર ચંદ્રબાબુ નાયડુનું કરાયુ ચેકિંગ, કાફલાને પણ રોકવામાં આવ્યો

આંધ્રપ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એન. ચંદ્રબાબુ નાયડુને શુક્રવારે મોડી રાતે ચેકિંગમાંથી પસાર થવુ પડ્યુ.

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એન. ચંદ્રબાબુ નાયડુને શુક્રવારે મોડી રાતે ચેકિંગમાંથી પસાર થવુ પડ્યુ. ચંદ્રબાબુ નાયડુને વિમાન સુધી જવા માટે વીઆઈપી સુવિધાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા અને પૂર્વ સીએમને સામાન્ય નાગરિકો સાથે બસમાં પ્રવાસ કરવો પડ્યો. એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓને કથિત રીતે વિમાન સુધી જવા માટે તેમના કાફલાને અનુમતિ આપવામાં આવી નહિ.

આ પણ વાંચોઃ અલગ અલગ આઉટફિટમાં પ્રિયંકાએ ફેન્સને આપ્યા જિંદગીના 5 સબક કહ્યુ - ફની હું મેઆ પણ વાંચોઃ અલગ અલગ આઉટફિટમાં પ્રિયંકાએ ફેન્સને આપ્યા જિંદગીના 5 સબક કહ્યુ - ફની હું મે

પૂર્વ સીએમને ચેકિંગ કરાવવા અને નિયમિત પ્રક્રિયામાંથી પસાર થવા માટે કહેવામાં આવ્યુ

પૂર્વ સીએમને ચેકિંગ કરાવવા અને નિયમિત પ્રક્રિયામાંથી પસાર થવા માટે કહેવામાં આવ્યુ

એક સુરક્ષા ગાર્ડ પૂર્વ સીએમ નાયડુનું ચેકિંગ કરતો જોવા મળ્યો. ટીડીપી પ્રમુખને વીઆઈપી વાહનમાં વિમાન સુધી જવાની અનુમતિ આપવામાં આવી નહિ. વળી, પૂર્વ સીએમના એરપોર્ટ પર ચેકિંગ બાદ ટીડીપી તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે.

એરપોર્ટ પર પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુનું કરવામાં આવ્યુ ચેકિંગ

એરપોર્ટ પર પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુનું કરવામાં આવ્યુ ચેકિંગ

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ટીડીપી નેતા ચિન્ના રાજપ્પાએ કહ્યુ કે અધિકારીનું વલણ અપમાનજનક જ નહિ પરંતુ તેમણે ચંદ્રબાબુ નાયડુની સુરક્ષા સાથે પણ સમજૂતી કરી કારણકે તેમને ઝેડ શ્રેણીની સુરક્ષા મળી છે. તેમણે કહ્ય કે પહેલા ક્યારેય નાયડુને આ રીતની સ્થિતિનો સામનો કરવો નથી પડ્યો. ચિન્નાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે નાયડુની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી.

ટીડીપીએ સાધ્યુ જગનમોહન રેડ્ડીની પાર્ટી પર નિશાન

ટીડીપીએ સાધ્યુ જગનમોહન રેડ્ડીની પાર્ટી પર નિશાન

ટીડીપીએ આરોપ લગાવીને કહ્યુ કે ભાજપ અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) ખોટુ કરી રહ્યા છે. ટીડીપી પ્રમુખ હવે વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપીએ જોરદાર કમબેક કરીને સત્તા મેળવી.

English summary
former andhra pradesh cm chandrababu naidu denied vip access to plane, undergo frisking at airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X