દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની પણ હાર, જંગપુરા બેઠક 600 મતથી હાર્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 ની મત ગણતરીમાં, ભાજપના સમર્થકોએ દાવો કર્યો છે કે મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી લગભગ 600 મતોથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહનો વિજય થયો છે. જોકે, ચૂંટણી પંચની વેબસાઇટ પર 10 માંથી 8 રાઉન્ડના મતગણતરીના આંકડા અપડેટ કરવામાં આવ્યા છે. તેમાંથી ભાજપના ઉમેદવાર મારવાહને ૩૦૬૬૫ અને મનીષ સિસોદિયાને ૩૦૦૨૯ મત મળ્યા.
મતગણતરી સ્થળની બહાર આવ્યા બાદ મનીષ સિસોદિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી સારી રીતે લડી છે. તેમને આશા છે કે જંગપુરાના વિકાસમાં કોઈ કમી ન રહે.
આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ વખતે જંગપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. શરૂઆતના વલણોમાં સિસોદિયાને સખત લડાઈનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહ પર લીડ મેળવી લીધી..

જંગપુરા બેઠક પરની સ્પર્ધા રસપ્રદ રહી
દિલ્હી ચૂંટણી 2025માં જંગપુરા વિધાનસભા બેઠક પરની સ્પર્ધા રસપ્રદ રહી. મનીષ સિસોદિયા જે અગાઉ પટપડગંજથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમણે આ વખતે જંગપુરાથી ચૂંટણી લડી. ભાજપે આ બેઠક પર અનુભવી નેતા તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બની.
AAP માટે એક મોટી કસોટી:
આ વખતે ચૂંટણી જંગ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની AAP સરકાર માટે એક મોટો પડકાર સાબિત થયો છે. પાર્ટી ઘણી બેઠકો પર કઠિન સ્પર્ધાનો સામનો કરી રહી છે, જ્યારે ભાજપ આ ચૂંટણીમાં નવી રણનીતિ સાથે ઉતરી હતી. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા સહિતના દિગ્ગજોએ કારમી હારનો સ્વીકાર કરવો પડ્યો છે.












Click it and Unblock the Notifications
