For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક, ડૉક્ટરોએ ECMO અને IABP સપોર્ટ પર મૂક્યા

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત અત્યંત નાજુક સ્થિતિમાં પહોંચી ગઈ છે. રવિવારે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. એમ્સમાં ભરતી અરુણ જેટલીને ECMO અને IABP સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત અત્યંત નાજુક સ્થિતિમાં પહોંચી ગઈ છે. રવિવારે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. એમ્સમાં ભરતી અરુણ જેટલીને ECMO અને IABP સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે. વળી, અરુણ જેટલીની હાલત બગડ્યા બાદ ભાજપના તમામ મોટા નેતા તેમના હાલચાલ જાણવા એમ્સ પહોંચ્યા. માહિતી મુજબ કાર્ડયો-ન્યૂપો સેન્ટરમાં જેટલીની હાલત ખૂબ નાજુક છે. તેમના કથળતા આરોગ્યને જોતા ડૉક્ટરોએ અરુણ જેટલીને વેંટિલેટરથી હટાવીને ઈસીએમઓ એટલે કે એક્સ્ટ્રાકૉર્પોરિયલ મેંબ્રેન ઓક્સિજન સપોર્ટ પર મૂકી દીધા છે. તેમને એક્સ્ટ્રાકૉર્પોરિયલ મેંબ્રેન ઓક્સિજનેશન (ECMO) અને ઈન્ટ્રા-અઓર્ટિક બલુન પંપ (IABP) સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.

arun jaitley

તમને જણાવી દઈએ કે ઈસીએમઓ સપોર્ટ પર દર્દીને ત્યારે રાખવામાં આવે છે જ્યારે હાર્ટ અને ફેફસા બરાબર કામ નથી કરતા. આવી સ્થિતિમાં વેંટિલેટરનો પણ ફાયદો નથી થઈ રહ્યો હોતો. એવામાં ઈસીએમઓની મદદથી દર્દીના શરીરમાં ઓક્સિજનનો સંચાર કરવામાં આવે છે. અરુણ જેટલીની તબિયત બગડવાના સમાચાર મળતા જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ એમ્સ પહોંચી ગયા. વળી, તેમને પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ અરુણ જેટલીના ખબર પૂછવા એમ્સ પહોંચ્યા હતા. વળી, કહેવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ એમ્સ પહોંચી શકે છે.

અરુણ જેટલીની સ્થિતિ જાણવા માટે માત્ર સત્તા પક્ષના નેતા જ નહિ પરંતુ વિપક્ષી દળના તમામ નેતા પણ એમ્સ પહોંચ્યા છે. રવિવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એમ્સ ગયા હતા. તેમની સાથે મનીષ સિસોદિયા પણ હાજર હતા. વળી, દેશભરમાં અરુણ જેટલીના આરોગ્ય માટે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અરુણ જેટલી 9 ઓગસ્ટથી એમ્સમાં ભરતી છે.

આ પણ વાંચોઃ નવજોત સિંહ સિદ્ધુની મુસીબત વધી, પોતાના જ ક્ષેત્રમાં જ વિરોધ શરુઆ પણ વાંચોઃ નવજોત સિંહ સિદ્ધુની મુસીબત વધી, પોતાના જ ક્ષેત્રમાં જ વિરોધ શરુ

English summary
formar fm arun jaitley condition very crticical pm modi amit shah rajnath singh reached aims
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X