ભગવત ગીતામાં પણ જિહાદ છે, પૂર્વ ગૃહ મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસના વરિષ્ટ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલે ગુરૂવારના રોજ ભાજપ પર નિશાન સાધતા તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું. જેના કારણે હોબાળો મચી રહ્યો છે.

કોંગ્રેસના વરિષ્ટ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલે ગુરૂવારના રોજ ભાજપ પર નિશાન સાધતા તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું. જેના કારણે હોબાળો મચી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ટ નેતાઓની હાજરીમાં શિવરાજ પાટીલે જણાવ્યું હતું કે, શ્રીમદ ભગવત ગીતામાં પણ જિહાદ જ છે.

gujarati news

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલ આટલેથી જ અટક્યા ન હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'જિહાદ' (અથવા ધાર્મિક યુદ્ધ) પર ઘણી ચર્ચા ચાલી રહી છે, ત્યારે આ કુરાનના ઉલ્લેખ સાથે આ મુદ્દો ઉઠ્યો છે. ભગવદ ગીતામાં પણ જોવા મળે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ એ મહાભારતમાં ગીતાના એક ભાગમાં અર્જૂનને 'જિહાદ'નો પાઠ ભણાવ્યો હતો.

કોંગ્રેસ નેતા શિવરાજ પાટીલના આ ભાષણનો વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં પાટીલને બોલતા સાંભળી શકાય છે, જેમાં તેમણે કહે છે કે, ઈસ્લામમાં જિહાદની ખૂબ ચર્ચા થાય છે. તમામ પ્રયાસો બાદ પણ જો કોઈ સ્પષ્ટ રીતે સમજી ન શકે તો સત્તાનો ઉપયોગ કરી શકાય છે. તેમણે કહ્યું કે, મહાભારતમાં ગીતા. શ્રીમદ ભગવત ગીતામાં એક અધ્યાય છે. તેનો ઉલ્લેખ કુરાન અને ગીતામાં છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ એ અર્જૂનને જિહાદનો પાઠ ભણાવ્યો હતો.

પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલ, કૃષ્ણે અર્જુનને જેહાદના પાઠ ભણાવતા કહેતા તેમની ટીપ્પણીની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરતા જણાવે છે, જો તમે મહાત્મા ગાંધીને મારી નાંખો તો તે જેહાદ છે. તેમની હત્યા કરવી એ જેહાદ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X