For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌના પ્રિય સોમનાથ દા નું નિધન, જાણો તેમની રાજકીય સફર

લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન થઈ ગયુ છે. તેઓ કિડનીની બિમારીના કારણે કોલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી હતા. જ્યાં તેમને કાલથી જ વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન થઈ ગયુ છે. તેઓ કિડનીની બિમારીના કારણે કોલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી હતા. જ્યાં તેમને કાલથી જ વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 89 વર્ષના સોમનાથ ચેટર્જીને વર્ષ 2014 માં એક નાનો સેરિબ્રલ સ્ટ્રોક થયો હતો. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યુ હતુ. દેશના લોકપ્રિય હસ્તીઓમાંના એક એવા સોમનાથ ચેટર્જી લોકસભા અધ્યક્ષના રૂપમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી અને આના કારણે જ તે સૌના લોકપ્રિય 'સોમનાથ દા' કહેવાતા હતા.

સોમનાથ ચેટર્જીનો જન્મ અસમના તેજપુરમાં થયો હતો

સોમનાથ ચેટર્જીનો જન્મ અસમના તેજપુરમાં થયો હતો

સ્વભાવથી ખૂબ જ હસમુખ સોમનાથ ચેટર્જી જાણીતા હિંદુ વકીલ નિર્મલ ચંદ્ર ચેટર્જીના પુત્ર હતા. નિર્મલ ચંદ્ર અખિલ ભારતીય હિંદુ મહાસભાના સંસ્થાપર પણ હતાય સોમનાથનો જન્મ 25 જુલાઈ 1929 ના રોજ અસમની તેજપુરમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ કોલકત્તા અને બ્રિટનમાં કર્યો હતો.

બ્રિટનમાં લૉ નો અભ્યાસ કર્યો હતો સોમનાથ દા એ

બ્રિટનમાં લૉ નો અભ્યાસ કર્યો હતો સોમનાથ દા એ

સોમનાથ ચેટર્જીએ બ્રિટનમાં લૉ નો અભ્યાસ કર્યા બાદ કોલકત્તા હાઈકોર્ટમાં પ્રેકટીસ કરી હતી અને ત્યારબાદ રાજનીતિમાં પગલાં રાખ્યા હતા. સોમનાથ ચેટર્જીએ સીપીએમ સાથે રાજનીતિના કેરિયરની શરૂઆત 1968 માં કરી અને 2008 સુધી આ પક્ષ સાથે જોડાયેલા રહ્યા.

10 વાર લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા

10 વાર લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા

1971 માં પહેલી વાર સાંસદ બન્યા અને 10 વાર લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા. 4 જૂન 2004 ના રોજ જ્યારે તે 14મી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા તો તેમના નામ પર પ્રસ્તાવ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાખ્યો જે સર્વસંમતિથી સ્વીકાર કરી લેવામાં આવ્યો અને શ્રી સોમનાથ ચેટર્જી નિર્વિરોધ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમને ઘણા વિનોદપ્રિય કહેવામાં આવતા હતા.

રાજ્ય ચૂંટણી કમિશનની કરી હતી ટીકા

રાજ્ય ચૂંટણી કમિશનની કરી હતી ટીકા

સોમનાથ ચેટર્જીએ હાલમાં જ પંચાયત ચૂંટણી પર રાજ્ય ચૂંટણી કમિશનની ટીકા કરી હતી. તેમણે કહ્યુ કે તેમણે પોતાના લાંબા રાજકીય કેરિયર દરમિયાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન આટલી હિંસા નથી જોઈ.

આ પણ વાંચોઃ બિહારના મુઝફ્ફરપુર સ્થિત ગરીબનાથ મંદિરમાં ભાગદોડ, 25 ઘાયલઆ પણ વાંચોઃ બિહારના મુઝફ્ફરપુર સ્થિત ગરીબનાથ મંદિરમાં ભાગદોડ, 25 ઘાયલ

English summary
Former Lok Sabha speaker Somnath Chatterjee died today morning in Kolkata. He was 89 years old. read his profile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X