પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રનું દિલ્હીમાં નિધન

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને શુક્રવારે રાત્રે 9:50 વાગે દિલ્હીના ફોર્ટિસ હોસ્ટિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. તો તેઓ આજે 84 વર્ષના થયાં હોત. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને પુત્રી છે. તે છેલ્લા કેટલાક સમયથી હદય સંબંધી બિમારી પિડીતા હતા. તેમને પોતાના નોકરને જમવા લાવવાનું કહ્યું અને જ્યારે નોકર જમવાનું લઇને ગયો ત્યાર તે બેહોશ હાલતમાં મળી આવ્યાં હતા. સુરક્ષાકર્મીઓને બોલાવીને તાત્કાલીક તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.
એનડીએ સરકાર દરમિયાન તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા પહેલાં તે વડાપ્રધાન અટલબિહારી વાજપેયજીના પ્રધાન સચિવ હતા.












Click it and Unblock the Notifications
