અટલ બિહારી વાજપેયીએ કેમ કહ્યુ હતુ - ‘પાંચાલી અપમાનિત હે'
વાજપેયીની કેટલીક જાણીતી કવિતાઓ અને છંદ છે જેને વાંચવા પર તેમના ગંભીર ચિંતનનો આભાસ થાય છે.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની લોકપ્રિય હસ્તીઓમાંથી એક અટલ બિહારી વાજપેયીની તબિયત છેલ્લા 24 કલાકમાં વધુ ખરાબ થઈ છે. દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ) તરફથી જારી કરાયેલ નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વાજપેયીને કિડનીમાં ઈન્ફેક્શન, છાતીમાં તણાવ, યુરિન ઈન્ફેક્શન વગેરે બાદ 11 જૂનથી એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે.

વિરોધીઓ પણ કરે છે અટલ બિહારી વાજપેયીનું સમ્માન...
અટલ બિહારી વાજપેયી ભાજપનો આદર્શ ચહેરો છે જેમની આગળ બધા રાજકીય પક્ષો નત મસ્તર બની જાય છે. શ્રેષ્ઠ કવિ, મહાન નેતા અને સફળ પીએમના રૂપમાં પોતાની ઓળખ બનાવનારા એટલ બિહારી વાજપેયી આજે ભલે શરીરથી રાજકારણમથી દૂર હોય પરંતુ તેમની આદર્શ વાતો આજે પણ લોકોને એટલી જ અસર કરે છે. એટલા માટે જ તો ક્યારેક તેમની ચિઠ્ઠીઓ અને ક્યારેક તેમની કવિતાઓ લોકોના જીતવાનું કારણ બને છે.

‘હર પંચાયતમે પાંચાલી અપમાનિત હે'
અટલજીની અંદર એક સુંદર કવિ પણ છે જે સમય સમય પર લોકો વચ્ચે ઉપસ્થિત થાય છે. તેમના છંદોની મિઠાશનું જ ફળ છે કે તેમની કવિતાઓને ક્યારેક સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપે છે તો ક્યારેક બોલિવુડ કિંગ શાહરુખ ખાન પડદા પર ચરિતાર્થ કરે છે. તેમની કેટલીક જાણીતી કવિતાઓ અને છંદ છે જેને વાંચવા પર તેમના ગંભીર ચિંતનનો આભાસ થાય છે. આવો જ એક બહુ ફેમસ કોટ છે તેમનો જેમાં તેમણે કહ્યુ હતુ- હર પંચાયતમે પાંચાલી અપમાનિત હે, બિના કૃષ્ણ કે આજ મહાભારત હોના હે, કોઈ રાજા બને, રંક કો તો રોના હે.

અટલ બિહારી વાજપેયીને જન્મ ગ્વાલિયરમાં થયો
તમને જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયીને જન્મ 25 ડિસેમ્બર, 1924 માં ગ્વાલિયરમાં થયો. તે ભારતીય જનસંઘની સ્થાપના કરનારામાંથી એક છે. તેમણે રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જૂન વગેરે રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત પત્ર-પત્રિકાઓનું સંપાદન પણ કર્યુ છે.

રાજકારણમાંથી સન્યાસ લઈ ચૂક્યા છે
વાજપેયી 6 એપ્રિલ, 1980 માં બનેલ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ પદની ફરજ વાજપેયીને સોંપવામાં આવી. બે વાર રાજ્યસભા માટે ચૂંટાયા. લોકતંત્રના સજગ રક્ષક અટલ બિહારી વાજપેયીએ 1997 માં પ્રધાનમંત્રીના રૂપમાં દેશની કમાન સંભાળી. 19 એપ્રિલ, 1998 માં ફરીથી પ્રધાનમંત્રી પદના શપથ લીધા અને તેમના નેતૃત્વમાં 13 પક્ષોની ગઠબંધન સરકારે પાંચ વર્ષોમાં દેશને પ્રગતિના અનેક આયામો સર કર્યા. આજે તે રાજકારણમાંથી સન્યાસ લઈ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
