For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંચતત્વમાં વિલીન થયા અટલજી, દત્તક પુત્રી નમિતાએ આપી મુખાગ્નિ

દિલ્હીના સ્મૃતિ સ્થળ પર પૂરા રાજકીય સમ્માન સાથે અટલજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય અને દોહિત્રી નિહારિકાએ અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂરી કરી.

|
Google Oneindia Gujarati News

ભારતીય રાજકારણના 'અજાતશત્રુ' કહેવાતા અટલ બિહારી વાજપેયી પંચતત્વમામં વિલીન થઈ ગયા. દિલ્હીના સ્મૃતિ સ્થળ પર પૂરા રાજકીય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય અને દોહિત્રી નિહારિકાએ અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂરી કરી. પુત્રી નમિતા ભટ્ટાચાર્યએ જ અટલ બિહારી વાજપેયીનું પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર રહ્યા. આ દરમિયાન બીજા દેશોના પ્રતિનિધિ પણ પૂર્વ પ્રધાનમંત્રીને અંતિમ વિદાય આપવા માટે ત્યાં હાજર હતા.

સ્મૃતિ સ્થળ પર થયા અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર

સ્મૃતિ સ્થળ પર થયા અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર

આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા પ્રતિનિધિઓએ વાજપેયીને શ્રધ્ધાંજલિ આપી. શ્રધ્ધાંજલિ બાદ નિહારિકાને એ તિરંગો સોંપવામાં આવ્યો જેને અટલ બિહારી વાજપેયીના પાર્થિવ શરીર પર રાખવામાં આવ્યો હતો. તિરંગો હટાવ્યા બાદ વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્યએ તેમને મુખાગ્નિ આપી.

અંતિમ યાત્રામાં ભાજપ મુખ્ય કાર્યાલયથી પગપાળા ચાલી સ્મૃતિ સ્થળ પહોંચ્યા પીએમ મોદી

અંતિમ યાત્રામાં ભાજપ મુખ્ય કાર્યાલયથી પગપાળા ચાલી સ્મૃતિ સ્થળ પહોંચ્યા પીએમ મોદી

આ પહેલા બપોરે લગભગ 1 વાગે ભાજપ મુખ્ય કાર્યાલયથી અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા શરૂ થઈ. આ દરમિયાન વિશાળ જનસૈલાબ જોવા મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પૂર્વ પ્રધાનમંત્રીની આ અંતિમ યાત્રામાં ભાજપના મુખ્ય કાર્યાલયથી પગપાળા ચાલીને સ્મૃતિ સ્થળ પહોંચ્યા. બીજા તરફ સામાન્ય જનતા પણમ પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપવા રસ્તા પર ઉતરી આવ્યા.

અંતિમ યાત્રામાં ઉમટ્યો જનસૈલાબ

અંતિમ યાત્રામાં ઉમટ્યો જનસૈલાબ

શુક્રવારે સવારે લગભગ 8.30 વાગે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના પાર્થિવ શરીરને ભાજપના મુખ્ય કાર્યાલય લાવવામાં આવ્યુ. જ્યાં પક્ષના નેતા અને કાર્યકર્તાઓએ તેમને પોતાની શ્રધ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન બીજા પક્ષોના નેતા પૂર્વ પ્રધાનમંત્રીને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા.

બીજા દેશના પ્રતિનિધિ પણ થયા શામેલ

બીજા દેશના પ્રતિનિધિ પણ થયા શામેલ

તમને જણાવી દઈએ કે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે સાંજે 5.05 વાગે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. તેઓ 94 વર્ષના હતા. અટલજીની ઓળખ હંમેશા ચહેરા પર સ્મિત રાખનાર વ્યક્તિ તરીકે થતી હતી. અટલજીને તેમના નજીકના લોકો અને સંબંધીઓ બાપજીના નામે બોલાવતા હતા.

આ પણ વાંચોઃ જાણો કોણે આપી અવિવાહિત અટલ બિહારી વાજપેયીને મુખાગ્નિઆ પણ વાંચોઃ જાણો કોણે આપી અવિવાહિત અટલ બિહારી વાજપેયીને મુખાગ્નિ

English summary
Former pm and Bharat Ratna Atal Bihari Vajpayee cremated with full state honours at Smriti Sthal Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X