વિશેષ વિમાનમાં દિલ્હી પહોંચ્યો ડૉ. કલામનો પાર્થિવ દેહ

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું સોમવારે શિલોગમાં હદય રોગનો હુમલો થવાના કારણે નિધન થયું. ઇન્ડિયન ઇસ્ટ્રીટ્યૂટ ઓફ મેનેજમેન્ટના કાર્યક્રમ દરમિયાન કલામને હદય રોગનો હુમલો થતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. ત્યારે આજે ડોક્ટર કલામના પાર્થિવ શરીરને વિશેષ વિમાનથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. વિમાન ગુવાહાટીથી દિલ્હી જવા માટે રવાના થઇ ચૂક્યું છે.

દિલ્હી એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના પાર્થિવ શરીરને લેવા જશે. દિલ્હીમાં શ્રદ્ધાજંલિ આપ્યા બાદ તેમના શરીરને રામેશ્વરમ લઇ જવામાં આવશે. જ્યાં તેમનો અંતિમ સંસ્કાર થશે.

apj abdul kalam

નક્કી કરેલા કાર્યક્રમ મુજબ 11:30 વાગે કલામના પાર્થિવ શરીરને તેમના અધિકારિક નિવાસ સ્થાને લઇ જવામાં આવશે. ડૉ.કલામના નિધન પર સાત દિવસના રાષ્ટ્રિય શોકની જાહેરાત કરવામાં આવી છે.

માનવામાં આવી રહ્યું છે કે ડૉ.કલામના પાર્થિવ શરીરને રામેશ્વર લઇ જવામાં આવશે. જ્યાં તેમનો અંતિમ સંસ્કાર થશે. નોંધનીય છે કે શિલાંગમાં તેમનો દેહાંત સોમવારે સાંજે 7:45 વાગે થયો હતો. મિસાઇલ કાર્યક્રમના જનક ડૉ.કલામ આઇએમએસના કાર્યક્રમમાં પૃથ્વી પર લેક્ચર આપી રહ્યા હતા. જે દરમિયાન તેમને હદય રોગનો હુમલો થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X