Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વેંટીલેટર સપોર્ટ પર કોરોના પૉઝિટીવ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, હાલત ગંભીર

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના કોરોના સંક્રમિત થયા બાદથી તેમની તબિયત સતત બગડી રહી છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના કોરોના સંક્રમિત થયા બાદથી તેમની તબિયત સતત બગડી રહી છે. મંગળવારે હોસ્પિટલ તરફથી જારી એક હેલ્થ બુલેટીનમાં જણાવવામાં આવ્યુ કે તબિયત વધુ બગડવાના કારણે હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને વેંટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના પૉઝિટીવ પ્રણવ મુખર્જીને સેનાના રિસર્ચ અને રેફરલ(આર એન્ડ આર) હોસ્પિટલમાં સફળ બ્રેઈન સર્જરી કરવામાં આવી પરંતુ સર્જી બાદ પ્રણવ મુખર્જીની હાલત સતત ગંભીર છે જેના કારણે તેમને વેંટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

સંપર્કમાં આવેલા લોકોને પણ કરી ટેસ્ટ કરાવવાની અપીલ

સંપર્કમાં આવેલા લોકોને પણ કરી ટેસ્ટ કરાવવાની અપીલ

તમને જણાવી દઈએ કે સોમવારે રૂટીન તપાસ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા ત્યારબાદ ડૉક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે ખુદ ટ્વિટ કરીને આની માહિતી આપી હતી. આ ઉપરાંત પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વિટમાં છેલ્લા એક અઠવાડિયામાં તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી. પ્રણવ મુખર્જીએ સોમવારે લખ્યુ હતુ કે હોસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન હું કોરોના પૉઝિટીવ આવ્યો છુ. છેલ્લા એક સપ્તાહમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે કોરોના ટેસ્ટ કરાવી લે, પોતાને આઈસોલેટ પણ કરી લે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યો ફોન

વળી, આર્મી હોસ્પિટલના અધિકારીઓએ કહ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિના બ્રેઈનમાં એક લોહીનો ગઠ્ઠો હતો જેને ઑપરેશન કરીને હટાવી દેવામાં આવ્યો છે. તેમની સર્જરી સફળ રહી છે. તે હાલમાં વેંટીલેટર પર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીને ફોન કરીને તેમના પિતાની તબિયત વિશે માહિતી લીધી અને જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી.

આ લોકોએ પ્રણવ મુખર્જીના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી

આ લોકોએ પ્રણવ મુખર્જીના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા અન્ય લોકોએ પ્રણવ મુખર્જીના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી અને કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ, 'સર, કૃપા કરીને ધ્યાન રાખો. અમે તમારા જલ્દી સાજા થવાની અને સારી તબિયત માટે પ્રાર્થના કરીએ છીએ.' વળી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત પૂછવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સેના હોસ્પિટલ ગયા હતા. રાજનાથ સિંહે તેમની તબિયત વિશે માહિતી લીધી. તે લગભગ 20 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X