For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે પોતાનું અટલ રત્ન ગુમાવ્યું: પીએમ મોદી

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત 15 ઓગસ્ટ સાંજે અચાનક ખરાબ થઇ ત્યારપછી તેમને દિલ્હીની એમ્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત 15 ઓગસ્ટ સાંજે અચાનક ખરાબ થઇ ત્યારપછી તેમને દિલ્હીની એમ્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રીની હાલત નજીક છે તેવા સમાચાર મળતા જ બધા જ મોટા નેતાઓ તેમને મળવા માટે પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી મોદી પણ તેમની તબિયત પૂછવા માટે એમ્સ પહોંચ્યા હતા. અટલ બિહારી વાજપેયીની ખબર પૂછવા માટે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, ડો. હર્ષવર્ધન, શાહનવાઝ હુસેન, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની જેવા નેતાઓ તેમને મળવા માટે પહોંચ્યા હતા.

atal bihari vajpayee

Newest First Oldest First
10:47 PM, 16 Aug

મુંબઈ: છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલવે સ્ટેશન પર અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં બધી જ લાઈટો આજે બંધ કરવામાં આવી.
10:25 PM, 16 Aug

લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીએ અટલ બિહારી વાજપેયીના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રધ્ધાંજલી આપી
10:21 PM, 16 Aug

ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી આપી
10:18 PM, 16 Aug

અટલ બિહારી વાજપેયીના નિધન પર ભાવુક થયા પીએમ મોદી, તેમને કહ્યું કે ભારતે પોતાનું અટલ રત્ન ગુમાવ્યું
8:56 PM, 16 Aug

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના આવાસ પર પહોંચ્યા. ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા.
8:48 PM, 16 Aug

દેશની સાથે સાથે જમ્મુ કાશ્મીરના લોકો માટે પણ અટલ બિહારી બાજપેયીની મૌતથી મોટું નુકશાન થયું છે. તેઓ પહેલા એવા પ્રધાનમંત્રી હતા જેમને કાશ્મીરીઓનું દર્દ સમજ્યું હતું: મેહબૂબા મુફ્તી
8:46 PM, 16 Aug

કાલે એક વાગ્યાથી અટલ બિહારી બાજપેયીની અંતિમ યાત્રા નીકળશે અને ચાર વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર થશે: અમિત શાહ
8:45 PM, 16 Aug

અટલ બિહારી વાજપેયીનું પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચ્યું, ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર
8:05 PM, 16 Aug

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિધન પર કેન્દ્ર સરકારે ઘોષિત કર્યો 7 દિવસનો રાજકીય શોક. આ દરમિયાન અડધી કાઠીએ ફરકશે ત્રિરંગો.
8:02 PM, 16 Aug

થોડી જ વારમાં પહોંચશે અટલ બિહારી વાજપેયીના નિવાસ સ્થાને તેમનું પાર્થિવ શરીર. અંતિમ દર્શન માટે કરવામાં આવી રહી છે તૈયારીઓ.
8:01 PM, 16 Aug

આપણે સૌ અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચારથી દુઃખી છીએ. તેઓ કરુણા અને હાસ્યની મહાન ભાવના રાખનારા એક મહાન નેતા હતા, તેમને સહુ યાદ રાખશેઃ રતન ટાટા
7:59 PM, 16 Aug

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં ઉત્તરાખંડ સરકારે શુક્રવારે કર્યુ રજાનું એલાન, બંધ રહેશે સરકારી કાર્યાલયો, શાળા-કોલેજો.
7:54 PM, 16 Aug

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિધન બાદ 18-19 ઓગસ્ટના રોજ દિલ્હીમાં યોજાનાર ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક સ્થગિત
7:53 PM, 16 Aug

આ દેશ માટે ખૂબ મોટી ક્ષતિ છે, અટલજી એક વરિષ્ઠ નેતા હોવા છતા ખૂબ સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા હતા, તેમની અંદર ઘમંડ બિલકુલ નહોતો. આજના નેતાઓને તેમનાથી ઘણુ શીખવાની જરૂર છેઃ મુલાયમ સિંહ યાદવ
7:51 PM, 16 Aug

શુક્રવારે ભાજપ મુખ્ય કાર્યાલય પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું પાર્થિવ શરીર, સાંજે યમુના કિનારે થશે અંતિમ સંસ્કાર.
7:50 PM, 16 Aug

આપણા સહુના માટે આ એક ખૂબ જ દુઃખદ પળ છે, દેશમાં અટલજી જેવુ વ્યક્તિત્વ ન રહ્યુ એવો વિશ્વાસ નથી આવતો, તેમની ખોટ ક્યારેય પૂરી ન થઈ શકે, દેશને ખૂબ મોટી હાનિ પહોંચી છેઃ દેવેન્દ્ર ફડણવીસ, સીએમ મહારાષ્ટ્ર
7:48 PM, 16 Aug

ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના દુઃખદ નિધન પર હું ઉંડો શોક વ્યક્ત કરુ છુ. તેઓ એક પ્રખર વક્તા, પ્રભાવશાળી કવિ, એક અસાધારણ જનસેવક, એક સારા સાંસદ અને એક મહાન પ્રધાનમંત્રી હતાઃ મનમોહન સિંહ પૂર્વ પીએમ
7:46 PM, 16 Aug

વાજપેયીજીના નિધન પર હું ખૂબ દુઃખી છુ. ભારતે પોતાના સૌથી ઉંચા નેતાઓમાંથી એકને ખોઈ દીધા છેઃ નવીન પટનાયક, મુખ્યમંત્રી ઓડિશા
7:43 PM, 16 Aug

વિરાટ વ્યક્તિત્વ, સંવેદનશીલ કવિ હ્રદય, ઓજસ્વી વક્તા, શબ્દોના અદભૂત શિલ્પી અને મર્યાદિત ભાષાના ધની, લોકતાંત્રિક સભ્ય સંવાદની રાજનીતિના ઉત્કૃષ્ટ આદર્શો પ્રત્યે અક્ષુણ્ણ નિષ્ઠા રાખનારા રાજનેતા અટલજીએ પોતાના લાંબા સંસદીય જીવનમાં સંસદની પ્રતિષ્ઠાને વધુ સમૃદ્ધ કરીઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
7:12 PM, 16 Aug

શ્રધ્ધેય અટલજીની સ્મૃતિઓ અને ભાવનાઓને સમુદ્ર ઉમટી રહ્યો છે. આ જ સ્મૃતિઓ તેમની ખોટ પૂર્ણમ કરશે. ઈશ્વર તેમના શરણમાં ચિરશાંતિ અર્પેઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
7:09 PM, 16 Aug

પરમ પૂજ્ય અટલજીના દેહાંતથી હું શોકકુલ છુ. અટલજી પ્રધાનમંત્રી જ નહિ પરંતુ અમારી પેઢીના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. પ્રેરક ગુરુનો અભાવ દેશના અસંખ્ય નાગરિકો સાથે હું પણ અનુભવી રહ્યો છુ. રાજનીતિના અજાતશત્રુ બાદ રાજનીતિનો સ્વર્ણિમ અધ્યાય સમાપ્ત થયોઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
7:05 PM, 16 Aug

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિધન પર ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ દુઃખ વ્યક્ત કર્યુ અને કહ્યુ- તેઓ મારા માટે વરિષ્ઠ સહયોગીથી વધુ હતા. 65 વર્ષ સુધી મારા નજીકના મિત્ર રહ્યા.
7:03 PM, 16 Aug

સાંજે 7.30 વાગે અટલ બિહારી વાજપેયીના નિવાસ સ્થાને તેમના પાર્થિવ શરીરને લઈ જવામાં આવશે. ત્યારબાદ જનતાના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
7:01 PM, 16 Aug

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો અને કહ્યુ – આજે ભારતે એક મહાન પુત્ર ખોઈ દીધો, કરોડો લોકો તેમને પ્રેમ અને સમ્માન આપતા હતા.
7:00 PM, 16 Aug

અટલ બિહારી વાજપેયીજી નથી રહ્યા, થોડા સમય પછી તેમના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાન પર લઈ જવામાં આવશે અને અંતિમ દર્શન માટે રાખવામાં આવશેઃ રાજનાશ સિંહ, ગૃહમંત્રી
6:58 PM, 16 Aug

પૂર્વ પ્રધાનમંત્રી તેમજ ભારતીય રાજનીતિની મહાન વિભૂતિ શ્રી અટલ બિહારી વાજપેયીના દેહાવસાનથી મને ખૂબ જ દુઃખ થયુ છે. વિલક્ષણમ નેતૃત્વ, દૂરદર્શિતા તથા અદભૂત ભાષણ તેમને એક વિશાળ વ્યક્તિત્વ પ્રદાન કરતા હતા. તેમનું વિરાટ તેમજ સ્નેહિલ વ્યક્તિત્વ અમારી સ્મૃતિઓમાં વસેલુ રહેશે – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
6:38 PM, 16 Aug

અટલજીના વિચાર, તેમની દૂરદર્શિતા, તેમની કવિતાઓ અને રાજકીય કુશળતા સદૈવ આપણને સહુને પ્રેરિત તેમજ માર્ગદર્શિત કરતી રહેશે. ભારતી. રાજનીતિના આવા શિખર પુરુષને હું કોટિ કોટિ નમન કરુ છુ અને ઈશ્વરને તેમના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છુ. ॐ શાંતિ શાંતિ શાંતિઃ અમિત શાહ
6:36 PM, 16 Aug

વિચારધારા માટે સમર્પિત એક સ્વયંસેવક તેમજ સંગઠનના એક અનુશાસિત કાર્યકર્તાના રુપમાં અટલજીનું જીવન આપણા સહુ માટે પ્રેરણાસ્ત્રોત છે. એક આવા વિરલા રાજનેતા, પ્રખર વક્તા, કવિ અને અભિજાત દેશભક્ત, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું નિધન માત્ર ભાજપ નહિ પરંતુ સમગ્ર દતેશ માટે અપૂરણીય ખોટ છેઃ અમિત શાહ
6:33 PM, 16 Aug

જ્યાં એક તરફ અટલજીએ વિપક્ષમાં જન્મેલ પક્ષના સંસ્થાપક તેમજ સર્વોચ્ચ નેતા તરીકે સંસદ અને દેશમાં એક આદર્શ વિપક્ષની ભૂમિકા નિભાવી ત્યાં પ્રધાનમંત્રી તરીકે દેશને એક નિર્ણાયક નેતૃત્વ પણ પ્રદાન કર્યુ. અટલજીએ પોતાના વિચારો અને સિદ્ધાંતોથી ભારતી. રાજનીતિ પર અમિટ છાપ છોડી છેઃ અમિત શાહ
6:31 PM, 16 Aug

અટલજીની છબી આ દેશના એક એવા લોકલાડીલા રાષ્ટ્રીય નેતાના રૂપમાં ઉભરી જેણે સત્તાને સેવાનું માધ્યમ માન્યુ અને રાષ્ટ્રહિતોમાં સમજૂતી કર્યા વગર બેદાગ રાજકીય જીવન જીવ્યુ. અમે આ જ કારણે દેશની જનતાએ પોતાની સામાજિક અને રાજકીય સીમાઓથી બહાર જઈને તેમને પ્રેમ અને સમ્માન આપ્યુ.
READ MORE

English summary
Former Prime minister Atal Bihari Vajpayee health critical live update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X