For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરએસએસના પૂર્વ સર સંઘચાલક એસ.સુદર્શનનું નિધન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

k sudarshan
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર: આરએસએસના પૂર્વ વડા કે.એસ.સુદર્શનનું નિધન થયું છે. 81 વર્ષીય સુદર્શનનું આજે સવારે રાયપુરમાં હ્રદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર નાગપુરમાં રવિવારે બપોર પછી ત્રણ વાગ્યે થશે.

શુક્રવારે સાંજે તેઓ એક પુસ્તક વિમોચનના મુદ્દે તે રાયપુર ગયા હતા. સંજોગોવસાત તેમનો જન્મ પણ રાયપુરમાં થયો હતો. આજીવન કુંવારા રહીને જીવન જીવતા સુદર્શનના પરિવારમાં તેમના એક ભાઇ છે.

ડિમેંશિયાથી પિડિત સુદર્શન કેટલાક સમયથી બિમાર રહેતા હતા અને તેમની સંભાળ માટે એક નર્સ રાખવામાં આવી હતી. ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમને આરઆએસના સર સંઘસંચાલક પદથી દૂર કરવામાં આવ્યા હતા. સર સંઘચાલકના પદેથી નિવૃત્ત થયા બાદ સુદર્શન ભોપાલમાં રહેતા હતા. શનિવારે સવારે મોર્નિંગ વૉક બાદ થાક અને બેચેની અનુભવતા હતા અને ત્યારબાદ થોડા સમય પછી પ્રાણ ત્યાગી દીધાં હતા.

સુદર્શન આરએસએસના એક એવા પ્રમુખ હતા કે જેમના કાર્યકાળમાં ભાજપ અને સંઘના સંબંધોમા એક નવો અધ્યાય શરૂ થયો અને એક રીતે બંને વચ્ચે ત્યારથી જ ખટરાગ શરૂ થયો હતો. તેમના કડક વલણના કારણે જ અડવાણીને ભાજપ અધ્યક્ષનું પ્રમુખ પદ છોડવું પડ્યું હતું.

English summary
K. s Sudarshan, former chief of Rashtriya Swayamsevak Sangh (RSS), died of a heart attack in Raipur in Chhattisgarh early Saturday, an official said here. He was 81.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X