For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો શું ભગવા વસ્ત્ર પહેરવાની તૈયારી કરી રહ્યાં છે અમરસિંહ ?

|
Google Oneindia Gujarati News

ગોરખપુર, 21 નવેમ્બરઃ ફરી એકવાર સપા માટે ભૂતકાળ બની ગયેલા અમરસિંહ ચર્ચામાં છે. કારણ છે, તેમની અને ભાજપ સાંસદ મહંત યોગી આદિત્યનાથની મુલાકાત. ત્યારબાદ ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું છેકે શું અમરસિંહ ભાજપમાં સામેલ થવાના પ્રયાસો કરી રહ્યાં છે.

amarsingh
લોકસભા ચૂંટણીઓમાં તેમણે રાલોદ સાથે હાથ મિલાવ્યો હતો અને રાલોદની ટીકિટ પર ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ ચૂંટણીમાં રાલોદને કારમો પરાજય મળ્યો, તેવામાં અમરસિંહ પણ કેવી રીતે જીતતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ અમરસિંહ સપામાં પરત ફરશે તેવા કયાસો અનેકવાર લગાવવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલા અમરસિંહ લખનઉના જનેશ્વર મિશ્ર પાર્કમાં સપાના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ત્યારે આ ચર્ચાઓએ જોર પકડી લીધું હતું કે પાર્ટી તેમને રાજ્યસભા ચૂંટણીની ટીકિટ આપી શકે છે, પરંતુ તેમને ટીકિટ મળી નહીં.

તેવામાં ગુરુવારે ભાજપ સાંસદ મંહત આદિત્યનાથ સાથેની તેમની મુલાકાતે રાજકીય સમીકરણ રીતે જોવામાં આવી રહ્યું છે. નોંધનીય છેકે, અમરસિંહ અચાનક ગુરુવારે ગોરખપુર પહોંચ્યા તો ફરી એકવાર રાજકીય ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું. તેમણે ગોરખનાથ મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ મહંત આદિત્યનાથ સાથે મુલાકાત કરી.

આ દરમિયાન અમરસિંહે કહ્યું કે, મોદીને એવું કઇ ખોટુ નથી કહ્યું કે જેના કારણે તેમનો વિરોધ કરવામાં આવે. મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે, મોદી રામ અને બુદ્ધ જેવા છે. હું ભાજપનો વિરોધી રહ્યો છું, પરંતુ હાલના સમયે કોનો વિરોધ કરું, કારણ કે ભાજપ સૌથી સારું કામ કરી રહ્યું છે.

સૂત્રોની વાત માનીએ તો આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ. ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છેકે, બની શકે છેકે પોતાના રાજકીય અસ્તિત્વને શોધી રહેલા હવે ભગવા વસ્ત્રો પહેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે શું?

English summary
Former Samajwadi Leader Amar Singh reached Gorakhpur meet Mahant Yogi Adityanath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X