For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુષ્કર્મના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદને SCમાંથી ઝટકો, નહિ મળે પીડિતાના નિવેદનની કૉપી

દુષ્કર્મના આરોપી પૂર્વ ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદને આજે સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુષ્કર્મના આરોપી પૂર્વ ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદને આજે સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ગુરુવારે ઈલાહાબાદ હાઈકોર્ટે એ આદેશને રદ કરી દીધો છે જેમાં બળાત્કારના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદને રેપ પીડિતાના મેજિસ્ટ્રેટ સામે આપેલ નિવેદનોની કૉપીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ, રેપના આરોપીને પીડિતાના નિવેદનની કૉપી આપવામાં નહિ આવે.

Chinmayanand

તમને જણાવી દઈએ કે 24 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી રહેલા ચિન્મયાનંદ પર શાહજહાંપુર એસએસ લૉ કૉલેજની છાત્રાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં ઈલાહાબાદ હાઈકોર્ટે કેસની સુનાવણી કરીને 7 નવેમ્બર 2019ના રોજ એક આદેશ આપ્યો હતો કે સીઆરપીસીની કલમ 164 હેઠળ રેપના આરોપી ચિન્મયાનંદને પીડિતાના નિવેદનની પ્રમાણિત પ્રતિ મેળવવાનો અધિકાર છે. જો કે કોર્ટમાં પીડિતાએ તેની સામે અપીલ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે રેપના આરોપનો સામનો કરી રહેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ અત્યારે જામીન પર મુક્ત છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈલાહાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા છે. પીડિતાએ હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ ત્યાં તેની અરજીને ફગાવી દેવામાં આવી હતી. ચિન્મયાનંદને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પકડવામાં આવ્યો હતો અને તેની સામે આઈપીસીની કલમ 376સી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર જ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ એટલે કે એસઆઈટી બની હતી અને બાદમાં ચિન્મયાનંદને પકડવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી. એસઆઈટીએ બળાત્કારનો આરોપ લગાવનાર છાત્રા અને તેના સાથીઓની પણ ધરપકડ કરી હતી. તેમના પર આરોપ લાગ્યો હતો કે તેમણે ચિન્મયાનંદ પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

બિગ બૉસ 14 બેન કરવાની માંગ, આ વખતે તો હદ પાર કરી દીધી...બિગ બૉસ 14 બેન કરવાની માંગ, આ વખતે તો હદ પાર કરી દીધી...

English summary
Former union minister Chinmayanand will not get copy of rape victims statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X