For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્મ્યુલા 1 પર અદાલતની સુનવણી મુલતવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ઓક્ટોબર : આજે શુક્રવાર 25 ઓક્ટોબર, 2013ના રોજ ભારતીન સર્વોચ્ચ અદાલતે ફોર્મ્યુલા - 1ના આયોજનની વિરુદ્ધ એક જાહેર હિતની અરજી પર યોજાનારી સુનવણીને આવતા સપ્તાહ સુધી મુલતવી રાખી છે.

ભારતમાં ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પિક્સ રેસનું આયોજન આ સપ્તાહના અંતમાં નક્કી કરવામાં આવ્યું હતું. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે સુનવણી મુલતવી રાખી છે ત્યારે રેસના આયોજન અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે. કેટલાક લોકોનું માનવું છે કે આ વખતે રેસ યોજવામાં આવશે નહીં. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે કોર્ટનો ચૂકોદો આવ્યો નહીં હોવાથી આયોજન થઇને જ રહેશે.

formula-1

કોર્ટે આ મુદ્દા અંગે સુનવણી ક્યારે કરવામાં આવશે તે અંગે હજી સુધી કોઇ તારીખ નક્કી કરી નથી. ભારતમાં ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પિક્સ સ્પર્ધાની વિરુદ્ધ અરજી દાખલ કરનારાઓનો તર્ક એવો છે કે વર્ષ 2013માં ફોર્મ્યુલા વનના આયોજન સમયે તમામ પ્રકારના વેરાની ચૂકવણી કરવામાં આવી ન હતી.

આ સંબંધમાં એક જાહેર હિતની અરજી ભારતના સામાજિક કાર્યકર્તા અમિત કુમારે દાખલ કરી હતી. આ પહેલા અમિત કુમારે એવું સાબિત કર્યું હતું કે ફોર્મ્યુલા 1 કોઇ રમત નથી, પણ મનોરંજનનું એક સાધન છે. આ માટે તેના આયોજકોએ ભારત સરકારને મનોરંજન કર ચૂકવવો જોઇએ.

English summary
Formula 1 : Indian GP race to go ahead after court hearing delayed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X