હિમપ્રપાત બાદ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ, 15 જવાના થયા શહીદ

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર કાશ્મીરમાં એલઓસી પાસે આવેલ ગુરેજ (બાંદીપોર) સેક્ટરમાં શુક્રવારે બરફમાં દબાયેલા ચાર મૃતદેહોને નીકાળવામાં આવ્યા હતા. જે બાદ ગત 24 કલાકમાં હિમપ્રપાતથી મૃત્યુ પામનાર સૈનિકોની સંખ્યા વધીને 15 થઇ ગઇ છે. અને સાથે જ રેસ્ક્યૂ ઓપરેશન પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ભયાનક ઠંડી સાથે હિમપ્રપાતના કારણે ઉરી સેક્ટરમાં પણ એક વ્યક્તિની મોત થઇ છે. અને અલગ અલગ વિસ્તારોમાં પણ હિમપ્રપાતના કારણે 30 જેટલા ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે.

avalanche


બુધવારે સવારે ગુરેઝ સેક્ટરમાં આવેલ તુલૈલ પોલિસ સ્ટેશનની પાસે આવેલી એક બીએસએફની ચૌકી હિમપ્રપાતના કારણે નષ્ટ થઇ ગઇ હતી. અને તેમાં એક મેજર સમેત 1 મેજર સમેત 15 જવાનો ફસાયા હતા. જે વાતની જાણ થતા જ સેનાની 55 આરઆરની એન્જિનિયરીંગ વિંગના 15 બચાવકર્મીઓનું દળ ત્યાં પહોંચીને બચાવ કાર્યક્રમ શરૂ કર્યો હતો.

બચાવકાર્યમાં બુધવારે 10 સેનાકર્મીઓને નીકાળવામાં આવ્યા હતા. જ્યારે આજે ચાર જવાનોના શબ મળ્યા છે. આ સેનાકર્મીનો ઓળખ સામૂંદર જૈકબ, આનંદ ગાવલ, સંદીપ કુમાર, આઝાદ સિંહ, સુનિલ પાટિલ, સુંદર પાંડે, અલીવાર સેન, હવાલદાર વિજય કુમાર શુક્લા, સૈનિક સંજય ખંડારે અને દેવેન્દ્ર સોની તરીકે કરવામાં આવી છે.

English summary
Four dead bodies of army men recovered today.
Please Wait while comments are loading...