For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ કલાકમાં ભૂકંપના ચાર આંચકાથી હચમચી ઊઠ્યું દિલ્હી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 નવેમ્બર: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસનો વિસ્તાર સોમવારે મોડી રાત્રે ભૂકંપના આચંકાથી હચમચી ઊઠ્યો. દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં એક નહીં પરંતુ ચાર-ચાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા ત્યારે આવ્યા જ્યારે દિલ્હીવાસીઓ હજી તો ગાઢ નીંદ્રામાં પહોંચ્યા જ હતા. એક વખત જ્યારે ભૂકંપના આંચકા આવવાનું શરૂ થયું તો તેનો સિલસિલો ચાર કલાક સુધી ચાલતો રહ્યો, અને ચાર વખત ધરતી કંપનનો દિલ્હીવાસીઓને થયો. ભારતીય હવામાન વિભાગે ભૂકંપના આંચકાઓની ખરાઇ કરી છે.

ભારતીય હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર ભૂકંપનો પ્રથમ ઝટકો 12 વાગ્યેને 41 મિનિટ પર આવ્યો. ભૂકંપના પ્રથમ ઝટકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 આકવામાં આવી છે. હમણા લોકો આ ઝટકાના ભયમાંથી બહાર ન્હોતા આવ્યા અને ભૂકંપનો બીજો ઝટકો અનુભવાયો. બીજો ઝટકો મોડી રાત્રે 1 વાગ્યાને 40 મિનિટ પર અનુભવાયો હતો. બીજા ઝટકાની તીવ્રતા 3.3 જેટલી હતી.

ત્યારબાદ 1 વાગ્યાને 55 મિનિટે આવ્યો, જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 આંકવામાં આવી, ત્યાર પછી છેલ્લો અને ચોથો ઝટકો મોડી રાત્રે 3 વાગ્યાને 41 મિનિટ પર અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. આમ એક પછી એક ઝટકાઓથી આખી રાજધાની આખી રાત ભયના ઓથાર હેઠળ જાગતી રહી.

earthquak
ભૂકંપના ઝટકાથી દિલ્હી અને એનસીઆરના આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો. જોકે હજી અત્રે આ ભૂકંપના કારણે કોઇ જાનમાલની નુકસાનીના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દિલ્હી હતું. દિલ્હીમાં ભૂકંપ ઘણી વખત આવ્યા પરંતુ કેન્દ્રબિંદુ પહેલીવાર બન્યું છે. દિલ્હી સેસમિક ઝોન 4માં આવે છે માટે તેને હાઇ ડેમેજ ઝોન માનવામાં આવે છે.

ભૂકંપના ઝટકા દિલ્હી ઉપરાંત ગુડગાવ, ચંદીગઢ, ફરીદાબાદ, નોયડા, ગાઝિયાબાદ, લખનઉ, મેરઠ, બાગપત અને મુરાદનગરમાં પણ અનુભવાયા, દિલ્હીમાં વધુ તીવ્રતાથી જ્યારે, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ હળવા ઝટકા અનુભવાયા હતા.

English summary
Four earthquakes shook national capital Delhi within a period of 4 hours early today. The first quake measuring 3.1 on Richter scale occurred at 12.41 AM, an Indian Meteorological Department report said. This was followed by three more tremors of 3.3, 2.5 and 2.8 magnitude at 1.41, 1.55 and 3.40 AM, the report said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X