ગંભીર રોડ દુર્ઘટનામાં 3 પોલીસકર્મી સહીત 4 વ્યક્તિની મૌત

Posted By:
Subscribe to Oneindia News

બુધવારે મોડી રાત્રે બિહાર ખગડિયામાં ભયંકર રોડ દુર્ઘટના ધટી જેમાં આરપીએફ ઇન્સ્પેક્ટર સહીત ચાર લોકોની દર્દનાક મૌત થયી છે. મરનાર માં ત્રણ પોલીસકર્મી અને એક ડ્રાઈવર શામિલ છે. રોડ એક્સીડંટ ની જાણકારી મળતા જ પોલીસ જગ્યા પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. મરનાર બધાના પરિવારને આ દુર્ઘટના વિશે માહિતી આપવામાં આવી.

road accident

ઇન્સ્પેક્ટર બે જવાન સાથે રીક્ષામાં બેસી આરોપીને પકડવામાં માટે જઈ રહ્યા હતા તેવામાં અચાનક ઝડપથી આવતા ટ્રકે તેમની રીક્ષાને ટક્કર મારી. આ દર્દનાક ઘટનામાં 4 લોકોની મૌત થઇ ગયી. આ ઘટના નેશનલ હાઇવે પર પસરાહ ઢાળે નજીકની છે. રીક્ષા ડ્રાઈવર કન્હૈયા યાદવ, ઇન્સ્પેક્ટર હેમંત લાલ, સબ ઇન્સ્પેક્ટર ભુવનેશ્વર પ્રસાદ, અને કોન્સ્ટેબલ ચિન્ટુ કુમારની મૌત થઇ ચુકી છે. ટ્રક પણ પલ્ટી મારી ગયી. ટ્રક ડ્રાઈવર અને કંડક્ટર બંને ફરાર છે.

road accident

રોડ દુર્ઘટના વિશે જાણકારી મળતા નજીકના સ્ટેશનની પોલીસ જગ્યા પર પહોંચી ગયી તેમણે લાશ પોતાના કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આખા મામલાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમને ઇન્સ્પેક્ટર સહીત ચાર લોકોની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને ટ્રક ડ્રાઈવર અને કંડક્ટર બંનેની શોધ કરવામાં આવી રહી છે.

English summary
Four killed including three policemen in bihar

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.