For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેશ ભટ્ટ કેસઃ રવિ પૂજારી ગેંગના 4 ગુંડાઓને 5 વર્ષની સજા

રવિ પૂજારી ગેંગના 4 ગુંડાઓને મકોકાની વિશેષ અદાલતે 5 વર્ષની સજા સંભળાવી છે. આ ચારેય પ્રોડ્યુસર-ડાયરેક્ટર મહેશ ભટ્ટની હત્યાનું કાવતરુ ઘડવામાં દોષી જાહેર થયા હતા.

|
Google Oneindia Gujarati News

રવિ પૂજારી ગેંગના 4 ગુંડાઓને મકોકાની વિશેષ અદાલતે 5 વર્ષની સજા સંભળાવી છે. આ ચારેય પ્રોડ્યુસર-ડાયરેક્ટર મહેશ ભટ્ટની હત્યાનું કાવતરુ ઘડવામાં દોષી જાહેર થયા હતા. આ મામલે મહેશ ભટ્ટે રવિ પૂજારી ગેંગના સભ્યો સામે સુનાવણી કરી રહેલ મકોકા અદાલતમાં નવેમ્બર, 2017 માં જૂબાની આપી હતી. મુંબઈ પોલીસે રવિ પૂજારી ગેંગના 13 ગુંડાઓની ધરપકડ કરી હતી. જેમાંથી અમુક તો 2014 માં ફિલ્મ નિર્માતાઓ કરીમ અને અલી મોરાનીના ઘરની બહાર થયેલા ગોળીબારમાં પણ શામેલ હતા.

maheshbhatt

ભાગેડુ ગેંગસ્ટર રવિ પૂજારીનો વધુ એક કેસ

ભાગેડુ ગેંગસ્ટર રવિ પૂજારીનો વધુ એક કેસ સામે આવ્યો છે. થાણેના મુંબ્રા ઉપનગરના એક બિલ્ડરે પોલીસમાં એક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગેંગસ્ટર રવિ પૂજારી ફોન કોલ કરીને જબરદસ્તી વસૂલી કરવાની માંગ કરી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બિલ્ડરે મુંબ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવીને દાવો કર્યો છે કે આ વર્ષે જાન્યુઆરીથી જ એક વ્યક્તિ તેને ઘણી વાર ફોન કરી રહ્યો છે. તે પોતાને પૂજારી કહે છે અને બે કરોડ રૂપિયાની માંગ કરી રહ્યો છે.

English summary
four members ravi pujari gang sentenced 5 years rigorous imprisonment special mcoca court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X