દેશને દરેક ડરથી આઝાદ કરો, બહાર આવો વોટ કરોઃ રાહુલ ગાંધી
દેશને દરેક ડરથી આઝાદ કરો, બહાર આવો વોટ કરોઃ રાહુલ ગાંધી
આજે ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 11 જિલ્લાની 58 સીટ પર મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કાના મતદાનને લઈ વિવિધ દળોના શીર્ષ નેતાઓએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યું, "ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે પહેલા તબક્કાનું વોટિંગ છે. તમામ મતદાતાઓને મારો આગ્રહ છે કે તેઓ કોવિડ નિયમોનું પાલન કરી લોકતંત્રના આ પાવન પર્વમાં ઉત્સાહ સાથે ભાગ લે. યાદ રાખવાનું છે- પહેલાં મતદાન, પછી જળપાન."

જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી લોકોને મતદાન કરવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું, "દેશને દરેક ડરથી આઝાદ કરો, બહાર આવો, વોટ કરો." જ્યારે બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કરી લખ્યું, યુપી વિધાનસભાની ચૂંટણી માટે પશ્ચિમ યુપીમાં 11 જિલ્લાના 58 વિધાનસભા ક્ષેત્રોમાં આજે પહેલા તબક્કાના મતદાનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આ ફેસલાની ક્ષણ છે કે યુપીમાં આગામી પાંચ વર્ષ તમારા માટે પહેલાની જેમ જ દુખ અને લાચારી ભરેલા હશે કે પછી તમે તમારો ઉદ્ધાર સ્વયં કરવા યોગ્ય બનશો.
માયાવતીએ ટ્વીટ કરી લખ્યું, બીએસપી સામાજિક પરિવર્તન અને આર્થિક મુક્તિની મૂવમેન્ટ છે જેનું લક્ષ્ય ગરીબો, મજૂરો, ખેડૂતો, નાના વેપારીઓ અને અન્ય મહેનતકશ સમાજને લાચાર અને ગુલામ જિંદગીથી મુક્તિ અપાવી તેમને સત્તામાં યોગ્ય ભાગીદાર બનાવવા છે, જે ભાજપ, સપા અને કોંગ્રેસ વગેરે પાર્ટીઓના બસની વાત નથી. યુપી અને કેન્દ્રની ભાજપ સરકાર ખાસ કરી ગરીબી, બેરોજગારી, મોંઘવારી તથા ખાડા વાળા રસ્તા, વીજળી, સફાઈ વગેરેની જ્વલન્ત સમસ્યાઓ પ્રત્યે શાંહમૂર્ગની જેમ મોઢું છુપાવીને બેઠા રહેવાનો અપરાધ કરવાથી લોકો પાસે સરકાર બદલવાનો હવે એકમાત્ર વિકલ્પ બચ્યો છે. બીએસપી સારો વિકલ્પ. અમને જરૂર મોકો આપજો.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં કુલ 7 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ 55 સીટ પર ચૂંટણી થશે, ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીએ 59 સીટ પર મતદાન થશે, ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ 59 સીટ પર મતદાન થશે, પાંચમાં તબક્કામાં 27 ફેબ્રુઆરીએ 61 સીટ પર મતદાન થશે, છઠ્ઠા તબક્કામાં 3 માર્ચે 57 સીટ પર મતદાન થશે અને છેલ્લા સાતમા તબક્કામાં 7 માર્ચે 54 સીટ પર મતદાન થશે. 10 માર્ચ 2022ના રોજ યુપી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થશે.












Click it and Unblock the Notifications
