ફ્રાન્સના સૈનિકોએ કરી બે ભારતીયોની હત્યા

પ્રધાનમંત્રી મનમોહન સિંહને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંક્વા હોલાંદેનો પત્ર મળ્યો, જેમાં તેમણે આ દુઃખદ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મધ્ય આફ્રિકન ગણતંત્રમાં આજે સવારે બાંગુઇ હવાઇ મથકે ફ્રાન્સીસી સૈનિકો દ્વારા બે ભારતીય નાગરીકોની હત્યા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ મનમોહન સિંહે નિર્દોષ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યો છે. તેમણે મધ્ય આફ્રિકન ગણતંત્ર વિશેષ પર બાંગુઇ નજીક રહેતા અંદાજે 100 ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવાના નિર્દેશ આપ્યા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ભારતના રાજદૂત ભારતીય નાગરિકોના મૃતદેહો તેમના નજીકના સંબંધીઓને સુપૂર્દ કરવા માટેની જરૂરી વ્યવસ્થા કરી રહ્યાં છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ભારતના રાજદૂતને મધ્ય આફ્રિકી ગણતંત્રનું દાયિત્વ સૌંપવામાં આવ્યું છે.
આ ઘટના એ સમયે ઘટી જ્યારે ફ્રાન્સીસી સૈનિક હવાઇ મથકની દેખરેખમાં લાગેલા હતા. બાંગુઇ, મધ્ય આફ્રિકન ગણતંત્રમાં વિદ્રોહી સમૂહોનું શાસન છે અને આ દેશમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે.
આ ઘટના પર ખેદ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ હોલાંદેએ પ્રધાનમંત્રીએ આ દુઃખદ ઘટનાની તપાસ કરાવવા અંગે વિશ્વાસ આપ્યો છે અને કહ્યું છે કે ઇજાગ્રસ્તોની દેખરેખ ફ્રાન્સની તબીબી ટૂકડીની નજર હેઠળ કરવામાં આવી રહી છે.
નોંધનીય છેકે સિંહ બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ચાર દિવસના પ્રવાસ પર ડરબન પહોંચ્યા છે. તેમની સાથે નાણામંત્રી પી. ચિદમ્બરમ, વાણિજ્ય મંત્રી આનંદ શર્મા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન પણ છે.












Click it and Unblock the Notifications
