કરોડપતિ બનવા યૂટ્યૂબ પરથી શીખ્યા તંત્ર-મંત્ર અને કરી મિત્રની હત્યા, આરોપીઓએ તાંત્રિકના સૂચન પર શું કર્યું?
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ટીલા મોર વિસ્તારમાં એક શિરચ્છેદ કરાયેલી લાશ મળી હોવાના કિસ્સાનો ખુલાસો કરતા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ એક યુવકની હત્યા કરી હતી અને તેની ખોપરીનો કાળા જાદુમાં ઉપયોગ કર્યો હતો. તેમનું માનવું હતું કે તંત્રિકોની સૂચના પર તેમને આ ક્રિયા કરી હતી અને તેમને હતુ કે, આ કર્યા બાદ તેમને 50થી 60 કરોડ રૂપિયા મળશે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપી બિહારનો વતની છે અને દિલ્હીમાં ઈ-રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. બંને આરોપીઓએ તેમના મિત્રને કહ્યું હતું કે તેઓ યુટ્યુબ પર કાળા જાદુની પદ્ધતિઓ શીખ્યા છે અને જો તેઓ માનવ ખોપરી વડે તંત્ર મંત્ર કરે તો તેમને મોટી રકમ મળશે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિકાસ, નરેન્દ્ર, પવન કુમાર અને પંકજનો સમાવેશ થાય છે. પોલીસે હત્યામાં વપરાયેલ તિક્ષ્ણ હથિયાર અને મૃતકની ખોપરી કબજે કરી લીધી છે.

આરોપી પર 25 હજારનું ઈનામ જાહેર
પોલીસે જણાવ્યું કે 24 જૂને ટીલા મોર પાસે એક યુવકનો શિરચ્છેદ કરાયેલો મૃતદેહ મળ્યો હતો. પોલીસે અગાઉ વિકાસ ઉર્ફે મોતા અને ધનંજય નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી અને હત્યામાં વપરાયેલ હથિયારો અને ઓટો કબજે કર્યા હતા, પરંતુ મૃતકની ખોપરી મળી શકી ન હતી. પોલીસે વિકાસ ઉર્ફે પરમાત્મા પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
યૂટ્યૂબ પરથી શીખ્યા તંત્ર-મંત્ર
પૂછપરછ દરમિયાન, આરોપી વિકાસ ઉર્ફે પરમાત્માએ જણાવ્યું કે તે ઈ-રિક્ષા ચલાવતો હતો અને તે નરેન્દ્રને મળ્યો હતો, જે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં લિફ્ટ ઓપરેટર હતો. આરોપીઓએ યુટ્યુબ પરથી કાળા જાદુ અને તંત્ર મંત્રની માહિતી લીધી હતી. નરેન્દ્રએ આરોપીઓને કહ્યું કે જો તેઓ માનવ ખોપરી લાવશે અને તંત્ર વિદ્યા કરશે તો તેમને 60 કરોડ રૂપિયા મળશે.
ગળુ દબાવીને કરી નાખી હત્યા
આ પછી વિકાસે ધનંજય અને પ્રજાપતિને માનવ ખોપરી લાવવાનો આદેશ આપ્યો. તેમણે દિલ્હીના હમદર્દ સ્ક્વેરમાંથી મોતિહારી (બિહાર)ના રહેવાસી રાજુ કુમારને પસંદ કર્યો, જેઓ તેમના જાણીતા હતા. 21 જૂનના રોજ તેઓએ રાજુની ગળું દબાવી હત્યા કરી નાખી. મૃતદેહ સંતાડ્યા બાદ તેઓ રાજુની ખોપરી લઈને પરત આવ્યા અને તાંત્રિક પવન અને પંકજને આપી.












Click it and Unblock the Notifications
