For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવ્યો વધુ એક Friday the 13th: ઘણો લાંબો છે મોદીનો માર્ગ

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ લો વધુ એક ફ્રાઇડે ધ થર્ટીન આવી ગયો, એટલે કે શુક્રવાર જે 13મી તારીખે આવ્યો હોય. ગયો ફ્રાઇડે ધ 13એ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય રાજકારણમાં આ તારીખ ઘણ જ મહત્વની છે, કારણ કે જે દિશા તરફ ભારત આગળ વધી રહ્યું છે, એ દિશામાં હજુ ઘણા પડાવ આવવાના છે. જો વાત મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની કરવામાં આવે તો ત્રણ મહિનામાં તેમણે પાંચ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તો ચાલો આ સિદ્ધિ પર એક નજર ફેરવીએ.

5-things-narendra-modi-has-done
ભારતમાં આવી સ્થિરતા
13 સપ્ટેમ્બર 2013ના રોજ જ્યારે મોદીની પીએમ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી ત્યારે લાલ કૃષ્ણ અડવાણી થોડાક નારાજ હતા પરંતુ જ્યારે બધુ સામાન્ય થઇ ગયુ ત્યારે મોદીની રેલીઓ દેશભરમાં રંગ લાવવા માંડી. જ્યારે મોદીનું કદ વધવા લાગ્યું ત્યારે એવો કયાસ લગાવવામાં આવ્યો કે, હવે ભાજપ ડુબી જશે, પરંતુ પાર્ટીની અંદર એક પ્રકારે લોકતાંત્રિક બળે ભાજપને એક એવા મોડ પર લાવીને ઉભી કરી દીધી કે દેશના એક નહીં પરંતુ ચાર રાજ્યોએ તેમનો સ્વિકાર કર્યો.

સાચુ કહીંઓ તો મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવા એ ભાજપ માટે આત્મઘાતી નિર્ણય સાબિત થઇ શકતો હતો, પરંતુ દેશના દરેક ખુણામાં એક અવાજમાં જનતાનો અવાજ નિકળ્યો તેથી ભાજપે આ જોખમ ઉઠાવવું પડ્યું. તેમાં મોદીનું એ પગલું કારગર સાબિત થયું, જેમાં તેઓ વીહિપની અયોધ્યામાં ચૌરાસી કોસી યાત્રાથી દૂર રહેવાનું યોગ્ય સમજ્યુ. મોદીએ તમિળનાડુએ પોતાના ભાષણમાં કહ્યું, મારો ધર્મ મંદિર-મસ્જિદ નહીં, મારો ધર્મ જનતાની સેવા છે, આજે દેશમાં મંદિર કરતા વધારે જરૂરી શૌચાલય છે.

જુના મિત્રોને સાથે લાવ્યા

નરેન્દ્ર મોદીએ માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને મજબૂત જ નથી કર્યું પરંતુ જુના મિત્રો જે દૂર થઇ ગયા હગતા તેમને પરત લાવ્યા. જો કે, હજુ અધિકૃત રીતે આ મિત્રો પાર્ટી અથવા એનડી એ સાથે જોડયા નથી, પરંતુ હા, એ સંબંધ જરૂર બંધાઇ ગયો છે. તેમા સૌથી પહેલું નામ છે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનું છે, જેમણે ભાજપ છોડીને કેજેપીની રચના કરી. હવે ફરી એકવાર ભાજપ તરફ ખેંચાયા છે. બીજુ નામ ઝારખંડના મુખ્યમંત્રી બાબુ લાલ મરાંડી છે, જે ભાજપને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. તેલુગુ દેશમ પાર્ટી પણ ભાજપની સાથે આવી શકે છે. જો વિરોધી દળોની વાત કરવામાં આવે તો મોદી, સપા, બસપા અને તૃણમૂલ કોંગ્રેસ માટે પણ સકારાત્મક વિચાર ધરાવે છે. તેનાથીએ સ્પષ્ટ થાય છે કે એન્ડી કોંગ્રેસ કાર્યોમાં મોદી પોતાની સાથે બધાને જોડવા માગે છે.

થયું મોદીનું પરિક્ષણ
જ્યારે સોશિયલ નેટવર્ક સાઇટ્સ પર નરેન્દ્ર મોદી સક્રિય થયા, ત્યારે તમામ નેતાઓએ તેમનો મજાક ઉડાવ્યો, પરંતુ આજે સ્થિતિ એવી છે કે પાર્ટીના આલાકમાન જાતે જ નેતાઓને સોશિયલ મીડિયામાં સક્રિય થવાના નિર્દેશ આપી રહ્યાં છે. તેવામાં એક પ્રશ્ન હંમેશાથી ઉઠ્યો હતો કે શું મોદીનું સોશિયલ નેટવર્ક ભાજપને મત અપાવશે. તો મદીનું આ પરિક્ષણ મધ્ય પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને રાજસ્થનની ચૂંટણીમાં સફળ થયું છે.

ચાર રાજ્યોમાં મોદીની લહેર
છેલ્લા ત્રણ મહિનાઓમાં જે પ્રકારે નરેન્દ્ર મોદીએ રેલીઓ કરી, તેની અસર છે કે પાંચમાંથી ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં મોદીની લહેર જોવા મળી. મધ્ય પ્રદેશમાં શિવરાજ ઇફેક્ટ સાથે મોદી ઇફેક્ટ પણ જોવા મળી હતી. છત્તીસગઢમાં રમનને મજબૂતી આપી તો રાજસ્થાનમાં તો ચૂંટણી જીત્યા પછી નવનિર્વાચિત મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જાતે જ કહ્યું કે તેમની જીતમાં મોદી અને રાજનાથનો મોટો હાથ છે. વાત જો દિલ્હીની કરવામાં આવે તો ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.

પ્રચાર લોકસભા માટે
મોદીના હાવભાવ, કામ કરવાની રીત, વ્યસ્તતમ કાર્યક્રમને જોતા એ સ્પષ્ટ થાય છે કે પીએમ પદના ઉમેદવાર બન્યા પછી તે એક મીનિટ પણ શાંત બેસ્યા નથી. જે જવાબદારી પાર્ટીએ તેમને આપી છે, તેને તે સારી રીતે નિભાવી રહ્યાં છે. ભાજપની યુવા પાંખ ભાજયુમોથી લઇને અંત્યોદય યુનિટ સુદી દરેક કાર્યકર્તા આ સમયે લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ પણે ચાર્જ છે.

English summary
Yet another Friday the thirteenth has arrived. The last Friday the thirteenth was an important date in Indian politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X