સ્વતંત્રતા દિવસ પહેલા લાલ કિલ્લા પર થયુ ફૂલ ડ્રેસ રિહર્સલ, ઘણા રસ્તાઓ કર્યા બંધ

લાલ કિલ્લા પર 15 ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે જેને લઈને શુક્રવારે ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યુ.

નવી દિલ્લીઃ લાલ કિલ્લા પર 15 ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આને લઈને શુક્રવારે ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યુ. જેના કારણે જૂની દિલ્લીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો. આ ઉપરાંત સવારે 10 વાગ્યા સુધી ઘણી રસ્તાઓને દિલ્લી પોલિસે બંધ કરી દીધા. અમુક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યુ જેથી લોકોને મુશ્કેલી ન થાય. આ વર્ષે 26 જાન્યુઆરીએ ઘણા ઉપદ્રવીઓ લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને ત્યાં જોરદાર હિંસા કરી હતી જેના કારણે લાલ કિલ્લા પાસે કન્ટેનરોની દીવાલ બનાવી દેવામાં આવી છે.

full dress

દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ લાલ કિલ્લા, જામા મસ્જિદ અને દિલ્લી રેલવે સ્ટેશન સુધી જતી બસોના રૂટને બદલવામાં આવ્યા છે. સાથે જ આઠ રસ્તાઓ આજે સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા. જેમાં નેતાજી સુભાષ માર્ગ, લોથિયન રોડ, એસપી મુખર્જી માર્ગ, ચાંદની ચોક રોડ, નિષાદ રાજ માર્ગ, એસ્પ્લેનેટેડ રોડ અને તેના લિંક રોડથી નેતાજી સુભાષ માર્ગ, રિંગ રોડ રાજઘાટથી આઈએસબીટી, આઉટર રિંગ રોડ આઈએસબીટીથી આઈપી ફ્લાઈઑવરવાળો રસ્તો શામેલ છે.

વળી, બીજી તરફ જિલ્લી મેટ્રોએ કહ્યુ કે સ્વતંત્રતા દિવસને લઈને તેમણે પણ સુરક્ષા વધારી દીધી છે. જેના કારણે 14 ઓગસ્ટની સવારે 6 વાગ્યાથી બધા મેટ્રો સ્ટેશનોના પાર્કિંગ બંધ કરી દેવામાં આવશે. 15 ઓગસ્ટે જ્યારે બધા કાર્યક્રમો પૂરા થઈ જશે ત્યારે બપોરે 2 વાગ્યા પછી બધા પાર્કિંગને ખોલી દેવામાં આવશે. આના માટે ડીએમઆરસીએ પાર્કિંગ ચલાવતા લોકોને એડવાઈઝરી જાહેર કરી છે.

વૈકલ્પિક માર્ગો ખુલ્લા

રેલવે સ્ટેશન, હોસ્પિટલ જેવી જરૂરી વસ્તુઓને બંધ ન કરી શકાય. દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ લાલ કિલ્લાની આસપાસ ઘણા બધા રસ્તા બંધ છે પરંતુ રેલવે સ્ટેશન, હોસ્પિટલ વગેરે સુધી જવા માટે વૈકલ્પિક રસ્તાઓને ખોલવામાં આવ્યા છે જેથી મુશ્કેલી ન થાય. આ ઉપરાંત જે રસ્તાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યાં માત્ર લેબલ લાગેલા વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X