For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સાંસદ હરીશ મીણા કોંગ્રેસમાં શામેલ, બદલાશે મીણા-ગુર્જર મતબેંકનું ગણિત

રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે. દૌસાથી ભાજપના સાંસદ હરીશ મીણા બુધવારે કોંગ્રેસમાં જોડાયા છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે. દૌસાથી ભાજપના સાંસદ હરીશ મીણા બુધવારે કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અવિનાશ પાંડે, પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પક્ષ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. રાજસ્થાનના પૂર્વ ડીજીપી રહી ચૂકેલા હરીશ મીણાનો ઉપયોગ કોંગ્રેસ કિરોડીલાલ મીણાની મતબેંક કાપવા માટે કરશે કે જે હાલમાં ભાજપમાં શામેલ થયા છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનઃ કોંગ્રેસનો મોટો દાવ, અશોક ગેહલોત, સચિન પાયલટ પણ લડશે ચૂંટણીઆ પણ વાંચોઃ રાજસ્થાનઃ કોંગ્રેસનો મોટો દાવ, અશોક ગેહલોત, સચિન પાયલટ પણ લડશે ચૂંટણી

કોંગ્રેસની ટિકિટ પર લડેલા મોટાભાઈને હરાવીને દૌસાથી ધારાસભ્ય બન્યા હતા હરીશ મીણા

કોંગ્રેસની ટિકિટ પર લડેલા મોટાભાઈને હરાવીને દૌસાથી ધારાસભ્ય બન્યા હતા હરીશ મીણા

હરીશ મીણાએ 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાના જ ભાઈ નમોનારાયણ મીણાને હરાવ્યા હતા કે જે કોંગ્રેસની ટિકિટ પર દૌસાથી ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન હરીશ મીણાના મોટા ભાઈ નમોનારાયણમ મીણા ઘણી વાર કહેતા હતા કે પાઘડી તો મોટા ભાઈને માથે બંધાય છે. આ વાત પર હરીશ મીણાએ ક્યારેય કોઈ પલટવાર નથી કર્યુ પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં જીતની પાઘડી નાના ભાઈને માથે જ બંધાઈ. હરીશ મીણાની જીત સાથે દૌસામાં ભાજપને 25 વર્ષ બાદ વિજય મળ્યો હતો. 1989માં નાથુ સિંહ ગુર્જર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. દૌસા લોકસભા સીટ પર મોટેભાગે કોંગ્રેસનો જ દબદબો રહ્યો છે.

પૂર્વી રાજસ્થાનમાં કોંગ્રેસને મળી ગઈ બેધારી તલવાર

પૂર્વી રાજસ્થાનમાં કોંગ્રેસને મળી ગઈ બેધારી તલવાર

પૂર્વી રાજસ્થાનના રાજકારણમાં મીણા અને ગુર્જર મત ખૂબ પ્રભાવશાળી છે. પૂર્વી રાજસ્થાનના ભરતપુર, દૌસા, સવાઈ માધોપુર, અલવર, કરૌલી અને ધોલપુર જિલ્લામાં મીણા અને ગુર્જર મતોની ખાસી અસર છે. અત્યાર સુધી ચૂંટણીનો ઈતિહાસ જોતા માલુમ પડે છે કે મીણા અને ગુર્જર મત એક પાર્ટીને નથી મળતા. બંને પરસ્પર વિરોધી માનવામાં આવે છે. પૂર્વી રાજસ્થાનની વાત કરીએ તો આ વખતે અહીં ગુર્જર મત કોંગ્રેસના પક્ષમાં જઈ શકે છે. કારણ સચિન પાયલટ છે. તે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ છે અને ગુર્જર સમાજમાંથી આવે છે. હવે બચી મીણા મતબેંક જેને સાધવા માટે કોંગ્રેસ હરીશ મીણાને પક્ષમાં લાવી છે. આનો અર્થ એ કે કોંગ્રેસ પાસે બંને મતબેંકને સાધવા માટે મોટા નેતા છે. સચિન પાયલટ ગુર્જર તો હરીશ મીણા કે જે મીણા મતદારો પર અસર કરશે.

50 સીટો પર અસર કરે છે મીણા મતદારો

50 સીટો પર અસર કરે છે મીણા મતદારો

રાજસ્થાનમાં ગુર્જર સમાજ ભાજપના પક્ષમાં મત આપે છે અને મીણા સમાજ કોંગ્રેસના પક્ષમાં મત આપે છે. આ વખતે ગણિત બદલાતુ જોવા મળી રહ્યુ છે. કોંગ્રેસ પાસે પાર્ટી અધ્યક્ષ તરીકે સચિન પાયલટ છે જે ગુર્જર સમાજમાંથી આવે છે અને હવે હરીશ મીણા પણ કોંગ્રેસમાં આવી ગયા છે. આનો અર્થ એ કે મીણા મતબેંક વધુ મજબૂત થવાની સંભાવના છે અને ભાજપની ગુર્જર મતબેંકમાં કોંગ્રેસ પાયલટના સહારે ગાબડુ પાડી શકે છે. રાજસ્થાનની હાલની વિધાનસભામાં 13 ગુર્જર ધારાસભ્ય છે અને 30 થી 40 સીટો પર આમની અસર છે. વળી, ઓછામાં ઓછી 50 સીટો પર મીણા મતદારોનો પ્રભાવ છે. સૌથી મોટા મીણા નેતા મનાતા કિરોડીલાલ મીણા આ વખતે ભાજપમાં છે.

હરીશ મીણાના લોકસભા ક્ષેત્રમાં આવે છે પાંચ વિધાનસભા સીટો

હરીશ મીણાના લોકસભા ક્ષેત્રમાં આવે છે પાંચ વિધાનસભા સીટો

હરીશ મીણાના લોકસભા ક્ષેત્ર દૌસામાં કુલ પાંચ વિધાનસભા સીટો છે. 2013માં દૌસા જીલ્લાની 3 સીટો ભાજપે જીતી જ્યારે 2 સીટો નેશનલ પીપલ્સ પાર્ટીએ જીતી હતી. દૌસા લોકસભા ક્ષેત્ર વિશે વધુ એક મહત્વની વાત એ છે કે અહીં 3 વિધાનસભા સીટો સામાન્ય છે જ્યારે 1 અનુસૂચિત જાતિ અને 1 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. રાજસ્થાનની કુલ 200 વિધાનસભા સીટોમાંથી 142 સીટો જનરલ છે જ્યારે 33 સીટો અનુસૂચિત જાતિ અને 25 સીટો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જોવાનું એ રહેશે કે હરીશ મીણાના કોંગ્રેસમાં જવાથી તેમને કેટલી સીટો પર ફાયદો થાય છે. જો કે એટલુ તો નક્કી છે કે ઓછામાં ઓછુ તેમના લોકસભા ક્ષેત્રની 5 વિધાનસભા સીટો પર તો ભાજપના મત પ્રભાવી રહેશે પરંતુ કેટલી હદે પ્રભાવી રહેશે એ ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ માલુમ પડી શકશે.

હરીશ મીણાનો પ્રોફાઈલ અહીં વાંચો -

હરીશ મીણાનો પ્રોફાઈલ અહીં વાંચો -

  • હરીશ મીણાનું આખુ નામ હરીશ ચંદ્ર મીણા છે.
  • 1976ની બેચના આઈપીએસ હરીશ મીણા 2009થી 2013 સુધી રાજસ્થાનના ડીજીપી રહ્યા.
  • હરીશ મીણા રિટાયર થયા બાદ 2014માં તેમણે ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી અને જીત્યા.
  • હરીશ મીણાને 1996માં ઈન્ડિયન પોલિસ મેડલ અને 2002માં પ્રેસિડન્ટ મેડલથી પણ નવાજવામાં આવી ચૂક્યા છે.
  • હરીશ મીણાનો જન્મ બામનવાસ, સવાઈ માધોપોર, રાજસ્થાનમાં 5 સપ્ટેમ્બર, 1954માં થયો હતો.
  • હરીશ મીણાની કુલ સંપત્તિ 6 કરોડથી થોડી વધુ છે.

આ પણ વાંચોઃ Video: દરવાજા-સ્ટેશન વચ્ચે ફસાયેલા વ્યક્તિને Rpf જવાને ચાલતી ટ્રેનમાં બચાવ્યોઆ પણ વાંચોઃ Video: દરવાજા-સ્ટેશન વચ્ચે ફસાયેલા વ્યક્તિને Rpf જવાને ચાલતી ટ્રેનમાં બચાવ્યો

English summary
full proflie of Harish Meena, who left bjp and joined Congress Party just before Assembly Elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X