G-20 Meeting : એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે મુલાકાત, જાણો શું ચર્ચા થઈ?
બેઠક બાદ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિકી આપી હતી. તેમને લખ્યુ કે, આજે બપોરે G-20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ સાથે મુલાકાત કરી.
નવી દિલ્હી : દિલ્હીમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીની વિદેશમંત્રી કિન ગેંગ સાથે મુલાકાત કરી હતી. આ દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓએ વર્તમાન પડકારોને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી. બેઠકમાં સરહદી વિસ્તારોમાં શાંતિ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશી બાબતોના નિષ્ણાતો આ બેઠકને હત્વપૂર્ણ માની રહ્યા છે.

બેઠક બાદ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિકી આપી હતી. તેમને લખ્યુ કે, આજે બપોરે G-20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી કિન ગેંગને મળ્યા. અમારી ચર્ચાઓ દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને શાંતિ અને સરહદી વિસ્તારોમાં પડકારો પર કેન્દ્રિત હતી. અમે G-20 એજન્ડા વિશે પણ વાત કરી.
અહીં તમને જણાવી દઈએ કે, કિન ગેંગે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ ચીનના વિદેશ મંત્રાલયની જવાબદારી સંભાળી છે. આ તેમની પહેલી દિલ્હી મુલાકાત છે. હાલમાં જ ભારત અને ચીન સરહદે લદ્દાખ વિવાદને લઈને 17 રાઉન્ડની બેઠકો યોજાઈ હતી. જેમાં મોટા પ્રમાણમાં વિવાદનો ઉકેલ આવ્યો હતો. આ સ્થિતિમાં બંને દેશોની નજર આ બેઠક પર ટકેલી હતી.
ચીનના વિદેશમંત્રીને મળ્યા પહેલા જયશંકરે તેમના અમેરિકન સમકક્ષ એન્ટોની બ્લિંકન સાથે વાત કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, રશિયા-યુક્રેન યુદ્ધ વગેરે પર ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રીઓની બેઠક બાદ એસ. જયશંકરે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. અહીં તેમણે કહ્યું કે, વિદેશ મંત્રીઓએ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની નિંદા કરી. તેમણે માયુ કે આતંકવાદના તમામ કૃત્યો ગુનાહિત અને ગેરવાજબી છે. તેલની વધતી કિંમતો, ખોરાક અને ખાતરની વધતી કિંમતો, ખાતરોની ઉપલબ્ધતા ગ્લોબલ સાઉથ માટે ગંભીર મુદ્દા છે. કેટલાક દેશો પહેલેથી જ દેવા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ બેઠકમાં અમે વૈશ્વિક ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.












Click it and Unblock the Notifications
