G-20 સભ્ય દેશોએ ગોવા રોડ મેપને મંજુરી આપી, જાણો ભારતને શું ફાયદો થશે?
ભારતની રાજધાની દિલ્હીમાં G-20 સભ્યોનું મંથન ચાલી રહ્યું છે. દુનિયાભરના મોટાનેતાઓ ભારત પહોંચ્યા છે ત્યારે પ્રવાસનને લઈને ગોવા માટે એક સારા સમાચાર આવ્યા છે. G-20 એ ગોવા રોડ મેપને મંજુરી આપી છે.
રાજધાની દિલ્હીમાં G-20 સમિટમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ દરમિયાન પ્રવાસન માટે ગોવા રોડમેપ પર પણ ચર્ચા કરવામાં આવી. આનાથી ગોવા રોડમેપ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, ગોવામાં 19 થી 22 જૂન દરમિયાન યોજાયેલી G20 બેઠકમાં ગોવાના રોડમેપને મંજૂરી આપવામાં આવી છે. પ્રવાસન સચિવ વી વિદ્યાવતીએ ગોવાના રોડમેપની પાંચ પ્રાથમિકતાઓ વિશે માહિતી આપી.
તેમણે કહ્યું કે આને ટકાઉ પ્રવાસન હાંસલ કરવા લાગુ કરવામાં આવશે, એટલે કે ગ્રીન ટુરિઝમ, ડિજીટલાઇઝેશન, સ્કીલ, ટુરીઝમ MSME અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ માટે લાગુ કરાશે.
તેમણે કહ્યું કે, તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ટકાઉ પ્રવાસન માટેનો રોડમેપ પૂરો પાડે છે. પર્યટન સચિવે આગળ જણાવ્યું, કે બેઠક દરમિયાન તમામ G-20 સભ્ય દેશો, અતિથિ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે ગોવા રોડમેપને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસોને માન્યતા આપી હતી.












Click it and Unblock the Notifications
