For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમૃતસરમાં યોજાશે G-20 સમિટ, પંજાબ સરકારે તૈયારી શરૂ કરી!

અમૃતસરમાં આગામી G-20 સમિટનું આયોજન કરાઈ રહ્યું છે. જે માટે પંજાબ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. અમૃતસરમાં યોજાવા જઈ રહેલા આ સમિટ માટે પંજાબ સરકારે એક સબ-કેબિનેટ કમિટીની રચના કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમૃતસર : અમૃતસરમાં આગામી G-20 સમિટનું આયોજન કરાઈ રહ્યું છે. જે માટે પંજાબ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. અમૃતસરમાં યોજાવા જઈ રહેલા આ સમિટ માટે પંજાબ સરકારે એક સબ-કેબિનેટ કમિટીની રચના કરી છે.

G-20 summit

પંજાબમાં યોજાઈ રહેલા આ સંમેલનને સફળ બનાવવા માટે ચંદીગઢમાં કમિટીની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં તમામ તૈયારીઓ મુદ્દે ચર્ચા થશે. બીજી તરફ સમિટની વાત કરીએ તો, તેમાં શિક્ષણ અને રોજગાર સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

આદમી પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર,અમૃતસરમાં જી-20 સમિટને સફળ બનાવવા મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર દ્વારા રચાયેલી કેબિનેટ પેટા સમિતિની પ્રથમ બેઠક આજે ચંદીગઢમાં બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે G20 સમિટના મહત્વને ધ્યાનમાં રાખીને પંજાબ સરકાર દ્વારા વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ પર આધારિત એક સમિતિની રચના કરવામાં આવી છે, જે G20 સમિટની દ્વારા પંજાબને દુનિયાના વિશ્વના નકશા પર લાવવા પુરી મહેનત કરાઈ રહી છે.

પંજાબ સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ, શિક્ષણ અને ખાણ મંત્રી હરજોત સિંહ બેન્સ અને કેબિનેટ મંત્રી હરભજન સિંહ કેબિનેટ સમિતિની બેઠકમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે, પંજાબ માટે ગર્વની વાત છે કે જી-20 સમિટ અમૃતસરમાં યોજાવા જઈ રહ્યું છે. G-20 સમિટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કેબિનેટ કમિટી અમૃતસરના બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટના કામને ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભગવંત માનને રિપોર્ટ સોંપશે.

English summary
G-20 summit will be held in Amritsar, Punjab government started preparation!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X