દિલ્લીમાં G20 સમિટના કારણે 300થી વધુ ટ્રેનો પ્રભાવિત, જુઓ આખી યાદી

G-20 Summit: દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી G-20 બેઠકના કારણે સેંકડો ટ્રેનોના સંચાલનને અસર થશે. ઉત્તર રેલવેએ કહ્યું છે કે જી-20 બેઠકને કારણે 300થી વધુ ટ્રેનોના સંચાલનને અસર થશે. રેલવે દ્વારા આ ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે.

G20 બેઠકની સુરક્ષાને લઈને જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કાં તો આ ટ્રેનોને રદ કરવામાં આવે અથવા તેને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવે. આ ટ્રેનોના સંચાલનને 8 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર વચ્ચે અસર થશે.

train

રેલવેએ કહ્યું છે કે જી-20 મીટિંગને કારણે 207 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે 15 ટ્રેનોના ટર્મિનલ બદલવામાં આવ્યા છે, જ્યારે 6 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જમ્મુ તાવી- નવી દિલ્હી રાજધાની, તેજસ રાજધાની હઝરત નિઝામુદ્દીન, વારાણસી તેજસ રાજધાની સહિત 70 ટ્રેનોના સ્ટોપેજ વધારવામાં આવ્યા છે જેથી મુસાફરોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે.

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 36 ટ્રેનોના ઓરિજિન સ્ટેશન અને ટર્મિનેટિંગ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે સમિટ દરમિયાન કિશન ગંજ ખાતે ત્રણ ટ્રેનો રોકાશે નહીં. રેલ્વે અધિકારીઓએ કહ્યું કે જેમણે આ દિવસોમાં તેમની મુસાફરીનું આયોજન કર્યું છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટ્રેનોના રૂટ અને સમય અગાઉથી જાણી લે, જેથી તેમને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

ઉત્તર રેલવે તરફથી ટ્વીટ કરીને આ તમામ ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી ક્ષેત્રમાં આયોજિત થનારી પ્રતિષ્ઠિત G20 સમિટ 2023 ઇવેન્ટ માટે સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસન દ્વારા પેસેન્જર ટ્રેનો માટે નીચેની ટ્રેન હેન્ડલિંગ યોજના તૈયાર કરવામાં આવી છે. મુસાફરો કૃપા કરીને ટ્રેનની સ્થિતિ તપાસ્યા પછી તેમની ટ્રેનની મુસાફરીનું આયોજન કરવુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X