G20: યુક્રેન યુદ્ધ વચ્ચે એક મંચ પર આવશે અમેરિકા-રશિયા અને ચીન, કેવી રીતે વધ્યું ભારતનુ ટેંશન?
ગયા અઠવાડિયે બેંગલુરુમાં નાણા પ્રધાન અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠક સંયુક્ત નિવેદન જારી કરવા પર સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. રશિયા અને ચીને સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો.
G-20 બેઠકમાં ભાગ લેવા માટે વિશ્વના શક્તિશાળી દેશોના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. ખાસ વાત એ છે કે આ મહત્વપૂર્ણ બેઠક રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે થઈ રહી છે. બુધવારે, વિદેશ પ્રધાન એસ જયશંકરે બેક ટુ બેક દ્વિપક્ષીય વાટાઘાટો કરી જેથી G20 દેશો દ્વારા સંયુક્ત નિવેદન જારી કરી શકાય. યુક્રેન યુદ્ધને લઈને G-20 દેશો વચ્ચે ગંભીર મતભેદો છે, જેના કારણે સંયુક્ત નિવેદન જારી કરવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

સંયુક્ત નિવેદન પર કોઈ સહમતિ ન બની
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે બેંગલુરુમાં નાણા મંત્રી અને સેન્ટ્રલ બેંકોના ગવર્નરોની બેઠક બાદ સંયુક્ત નિવેદન જારી કરવા પર કોઈ સહમતિ સધાઈ શકી ન હતી. રશિયા અને ચીન બંનેએ મોસ્કોના આક્રમણની ટીકા કરતા સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. G20 ના અધ્યક્ષ હોવાને કારણે ભારતને બેઠકના અંતે સારાંશ જાહેર કરવાની ફરજ પડી હતી. જો કે વિશ્લેષકો કહે છે કે નવી દિલ્હીએ સમગ્ર યુદ્ધ દરમિયાન રશિયા અને પશ્ચિમ સાથેના તેના સંબંધોને ચપળતાપૂર્વક સંતુલિત કર્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવા નેતા તરીકે ઉભરી આવ્યા છે જેને તમામ પક્ષો પસંદ કરે છે.

મોદી સરકાર પર વધ્યો દબાવ
જો કે, યુદ્ધ જેમ-જેમ જૂનું થાય છે, તેમ-તેમ તેની સાથે સંકળાયેલા તણાવમાં વધારો થાય છે. વિશ્લેષકોનું માનવું છે કે મોદી સરકાર પર રશિયા સામે વધુ મજબૂત વલણ અપનાવવા દબાણ વધી શકે છે. બુધવારે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન ક્વાત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે સંઘર્ષની સમગ્ર વિશ્વમાં આર્થિક અસર પડી છે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રીઓએ આ સંઘર્ષની ચોક્કસ આર્થિક અસર વિશે વિચારવું જોઈએ. દરમિયાન, વિશ્લેષકો કહે છે કે તેના એજન્ડાને આગળ વધારવા માટેના ભારતના પ્રયાસો યુદ્ધના કારણે કાયમી વિભાજનને કારણે જટિલ બન્યા છે.

વિદેશ સચિવે ટિપ્પણીનો કર્યો ઇનકાર
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગયા ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન સંઘર્ષની બદલાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને અમને લાગે છે કે વિદેશ મંત્રી સ્તરની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થશે. જો કે, આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ક્વાત્રાએ સંયુક્ત નિવેદન જારી કરવાની અપેક્ષાઓ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે મીટિંગના પરિણામને પહેલાથી જજ કરવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે આપણે આ કામ જી-20ના પદાધિકારીઓ પર છોડી દેવુ જોઈએ.












Click it and Unblock the Notifications
