For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુગ્રામમાં ગબ્બર અને સામ્ભા જણાવશે કઈ રીતે ચલાવવી ગાડી

ગુરુગ્રામમાં ગબ્બર અને સામ્ભા જણાવશે કઈ રીતે ચલાવવી ગાડી

|
Google Oneindia Gujarati News

ગુરુગ્રામમાં ટ્રાફિકના નિયમો તોડતા વાહન ચાલકોને જાગરૂક કરવા માટે ગુરુગ્રામ ટ્રાફિક પોલીસ અને રોડ સેફ્ટી ઑફિસર ઑર્ગેનાઈઝેશને અનોખો તરીકો અપનાવ્યો છે. હવે શોલે ફિલ્મના બે કેરેક્ટર ગબ્બર અે સામ્ભા નિયમ તોડનાર વાહન ચાલકોને પોતાના જાણીતા ડાયલોગથી લોકોને જણાવશે કે આવું કરી તે પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે. ગબ્બરના સવાલો પર સામ્ભા જવાબ દેશે કે આ નિયમ તોડવાના શું-શું નુકસાન છે.

રસ્તા પર ઉતર્યા ગબ્બર અને સામ્ભા

રસ્તા પર ઉતર્યા ગબ્બર અને સામ્ભા

ગુરુગ્રામના રસ્તાઓ પર જોવા મળતા ગબ્બર અને સામ્ભા શોલે ફિલ્મના કેરેક્ટર જરૂર છે, પરંતુ તેઓ કોઈ ફિલ્મની ભૂમિકા નથી નિભાવી રહ્યા બલકે તેઓ ટ્રાફિકના નિયમો તોડતા લોકોને જાગરુક કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામના હૂડા સિટી સેન્ટર મેટ્રો સ્ટેશન બહાર જેડ ચોક પર ગુરુગ્રામ ટ્રાફિક પોલીસ અને રોડ સેફ્ટી ઓર્ગેનાઈશેઝને મળીને જાગરુકતાનો આ નવી રીત શોધી કાઢી છે.

જાણો શું કહી રહ્યા છે બંને

જાણો શું કહી રહ્યા છે બંને

જેમાં ગબ્બર શોલે ફિલ્મના જ અંદાજમાં સામ્ભાને પૂછે છે કે 'અરે ઓ સામ્ભા યહ બતાઓ કે જો યે બગૈર હેલમેટ યા બગૈર બેલ્ટ લગાયે જા રહા હૈ, ઈસસે ફાયદા હૈ યા નુકસાન.' ત્યારે સામ્ભા કહે છે કે 'જી સરદાર યે તો નુકસાન હી નુકસાન હૈ.' ત્યારે ગબ્બર પૂછે છે કે, 'બતા ફિર ઈસસે ક્યા નુકસાન હૈ.' ત્યારે સામ્ભા જવાબ આપે છે કે હેલ્મેટ ન પહેર્યો હોય તો અકસ્માત સમયે માથામાં ઈજા પહોંચવાના વધુ ચાન્સ રહે છે. અને હેલ્મેટ પહેર્યો હોય તો માથામાં વાગવાના ચાન્સ ઘટી જાય છે. જેનાથી જીવ બચી જશે અને પરિવારે વધુ દુઃખ અને પરેશાની નહિ ઉઠાવવી પડે.

ગુરુગ્રામમાં ગબ્બર અને સામ્ભા જણાવશે કઈ રીતે ચલાવવી ગાડી

બીજી બાજુ આ અભિયાનનો ભાગ બનેલ ટ્રાફિક પોલીસના ઉપી અધિકારીઓ મુજબ આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને ટ્રાફિકના નિયમો પ્રતિ જાગરૂક કરવાની સાથે લોકોનો જીવ બચાવવાનો પણ છે. ગુરુગ્રામ ટ્રાફિક પોલીસનુ્ં આ ખરેખર વખાણવા લાયક પગલું છે. પરંતુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પાલન કરશે કે નહિ તે તો આગામી સમય જ કહેશે.

યોગી સરકારનું આજે સૌથી મોટું બજેટ, ખેડૂતોને રાહત મળી શકે છેયોગી સરકારનું આજે સૌથી મોટું બજેટ, ખેડૂતોને રાહત મળી શકે છે

English summary
gabbar and sambha tells people how to drive vehicle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X