For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરીને મળ્યો સુષ્માનો સાથ, ભ્રષ્ટાચારમાં કર્યો બચાવ

By Super
|
Google Oneindia Gujarati News

sushma-swaraj
નવીદિલ્હી, 25 ઑક્ટોબરઃભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરી પર લાગી રહેલા ભ્રષ્ટાચારના આરોપોમાં ગડકરીનો બચાવ કર્યો છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી સબબ એક પ્રચાર સભામાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પર ગડકરી વિરુદ્ધ સડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે એક પછી એક કોંગ્રેસી નેતાઓ ભ્રષ્ટાચારમાં ફસાતા કોંગ્રેસ સમજી વિચારીને ભાજપ કાદવ ઉછાળી રહી છે.

સુષ્મા સ્વરાજે કહ્યું કે જે દિવસે ભાજપના અધ્યક્ષ પર આરોપ લાગ્યા ત્યારથી અત્યાર સુધી તેમણે જનતાની વચ્ચે આવીને પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. મીડિયાને આપેલા ઇન્ટર્વ્યુમાં તેમને દરેક પ્રશ્નોના જવાબ આપ્યા. સુષ્મા સ્વરાજે કહ્યું કે નિતિન ગડકરીએ મીડિયાની સામે આવીને કહ્યું કે તે કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે.
સુષ્માએ કહ્યું કે, ગડકરી બીજાઓની જેમ મોઢું સંતાડીને બેસનારા નથી. તપાસ એજન્સીઓ કેવા પ્રકારના દબાણ હેઠળ કામ કરે છે, તે બધાને ખબર છે, પરંતુ તેમ છતાં ગડકરીએ કહ્યું કે તપાસ એજન્સીઓને જેવી તપાસ કરવી હોય તેવી તપાસ કરે.

પાર્ટી નેતા બલવીર પુંજે પણ કહ્યું કે ગડકરી જાતે જ કહીં ચૂક્યા છે કે તે કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે, આશા છેકે સોનિયાજી પણ આવું વલણ અપનાવશે અને વાઢેરા, ચિંદમબરમ અને મનમોહન સિંહ પર લાગેલા આરોપોમાં તપાસ કરાવશે.

બીજી તરફ કેજરીવાલે દાવો કર્યો છે કે કોંગ્રેસ અને ભાજપ બન્ને ભ્રષ્ટ છે, આઇએસી સભ્ય સંજય સિંહે કહ્યું કે, ગડકરીનો ભ્રષ્ટાચાર વાઢેરા કરતા વધારે છે પરંતુ કોંગ્રેસ અને ભાજપ તેના પર કંઇજ બોલી રહ્યું નથી. તે કયા સંબંધો બનાવી રહ્યાં છે, વિપક્ષ તો આ દેશમાં ખત્મ થઇ ગયો છે.

English summary
Leader of Opposition and BJP MP Sushma Swaraj on Thursday denied her party president Nitin Gadkari was evading media, amidst mounting allegations of dubious funding of his companies. "Gadkari is not hiding anywhere. He's open for any public debate. He will soon come here for campaigning," Swaraj told a public rally in Himachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X