Gallantry Awards 2023 : વીરતા પુરસ્કાર એનાયત કરાયા, કેપ્ટન રાકેશ ટીઆરને શૌર્ય ચક્ર, જુઓ પુરૂ લિસ્ટ

ભારતીય સેનાના જવાનોને તેમની બહાદુરી માટે અપાતા વીરતા પુરસ્કારોની સન્માનિત કરાયા છે. સેનામાં પોતાની વિરતા દેખાડનારા લેફ્ટનન્ટ કમાન્ડર મૃત્યુંજયને શૌર્ય ચક્રથી સન્માનિક કરવામાં આવયા છે.

પુરસ્કારોની જાહેરાત કરતા ભારતીય સેનાના પેરા સ્પેશિયલ ફોર્સના કેપ્ટન રાકેશ ટીઆરને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે 75માં ગણતંત્ર દિવસ પર જાહેર થયેલા વીરતા પુરસ્કારો માટે આયોજિત એક કાર્યક્રમમાં કેપ્ટન રાકેશને આ સન્માન આપ્યું.

Gallantry Awards 2023

કેપ્ટન રાકેશ ટીઆરે 24 એપ્રિલ 2022ના રોજ જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને એક ફિદાયીન હુમલાથી બચાવ્યા હતા. આના માટે તેમને આ વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો.

રેલી દરમિયાન કેપ્ટને એક આતંકીને તેને ઠાર માર્યો હતો. તેના સચોટ હુમલાને કારણે આતંકી સ્થળ પર જ માર્યો ગયો હતો. પીએમની રેલી જેવા સંવેદનશીલ સ્થળે આતંકીની હાજરી અંગે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે માર્યો ગયેલો આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો.

કેપ્ટન રાકેશ ટીઆર ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે સંરક્ષણ અલંકરણ સમારોહ (ફેઝ-1) દરમિયાન સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસના કર્મચારીઓનું સન્માન કર્યું.

અહીં રાષ્ટ્રપતિએ કુલ 8 કીર્તિ ચક્રો અર્પણ કર્યા. જેમાંથી 5 શહીદોને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરાયા. આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 શહિદો સહિત 29 જવાનોને શૌર્ય ચક્રતી સન્માનિક કર્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X