For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણપતિ બાપ્પાના રંગમાં ડૂબ્યો અંબાણી પરિવાર, રણબીર-આલિયા સહિત આ દિગ્ગજો થયા શામેલ

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે એંટીલીયામાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે એંટીલીયામાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો. આ ભવ્ય આયોજનમાં બોલિવુડ અને ખેલ જગતની મહાન હસ્તીઓ શામેલ થયા. અંબાણી પરિવાર માટે આ વખતે ગણપતિ પૂજાના પ્રસંગ ખાસ છે કારણકે પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીને લગ્ન બાદ આ બંનેની પહેલી ગણપતિ પૂજા છે. બંનેએ મળીને ગણપતિ પૂજામાં ભાગ લીધો.

અંબાણીના ઘરે બિરાજ્યા ગણપતિ

સોશિયલ મીડિયા પર ઘણા અંબાણી હાઈસના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે આમાં એંટીલિયામાં થયેલી સુંદર સજાવટ જોઈ શકાય છે, એંટીલિયા દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ હતુ.

રણબીર-આલિયા સહિજ આ દિગ્ગજ થયા ઉત્સવમાં શામેલ

આ પ્રસંગે નીતા અંબાણી પોતાની પુત્રી ઈશા અંબાણી સાથે જોવા મળી. સાથે તેમણે પોતાના નાના પુત્ર અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે પણ ફોટો શૂટ કરાવ્યુ. આ દરમિયાન ત્રણે પારંપરિક પરિધાનમાં જોવા મળ્યા.

આ પણ વાંચોઃ પી ચિદમ્બરમની જામીન અરજી પર આજે સુનાવણીઆ પણ વાંચોઃ પી ચિદમ્બરમની જામીન અરજી પર આજે સુનાવણી

ધામધૂમથી મનાવ્યો ઉત્સવ

રણબીર કપૂર આ દરમિયાન ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે પહોંચ્યા. આ પ્રસંગે બંને ઘણા ખુશ જોવા મળ્યા. આલિયા જ્યાં સાડીમાં દેખાઈ ત્યાં રણબીર કૂર્તા પાયજામા પહેર્યા હતા.

ગણપતિ બાપ્પાના દર્શન કરવા બોલિવુડના ઘણા કલાકાર પહોંચ્યા

આ પ્રસંગે ગણપતિ બાપ્પાના દર્શન કરવા બોલિવુડના ઘણા કલાકાર તેમના ઘરે પહોંચ્યા. આમાં બચ્ચન પરિવાર, અનિલ કપૂર, ઈશા કોપિકર, અનુ મલિક, માધુરી દીક્ષિત જેવા મોટા નામ પણ શામેલ છે.

અંબાણી પરિવાર

અંબાણી પરિવાર

ઉલ્લેખનીય છે કે અંબાણી પૂરા હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપ્પાનો આ તહેવાર મનાવે છે. આખા મહારાષ્ટ્ર અને દેશભરમાં હાલમાં ગણેશ ચતુર્થીની ધૂમ છે.

English summary
ganesh chaturthi 2019 at ambanis bachachans aamir alia bhatt ranbir kapoor lead celeb roll on
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X