જયપુરની ગેંગરેપ પીડિતાને વિદેશ મોકલવાની તૈયારી

નોંધનીય છે કે સીકરમાં 11 વર્ષીય એક માસૂસ સાથે સામુહિક બળાત્કાર થયો હતો. ત્યાર બાદ માસુમ બાળકીને સારવાર અર્થે જયપુરની એક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી, જ્યાં 131 દિવસથી તેની સારવાર થઇ રહીં છે, આ દરમિયાન 12 વખત તેના પર ઓપરેશન કરવામાં આવ્યા છે, માસૂમ બાળકીને બચાવવાનો પ્રયત્ન ડોક્ટર્સ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે ચાર મહિના કરતા વધુ સમયથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી આ બાળકી પલંગ પરથી ઉઠી શકતી નથી. 20 ઓગસ્ટ 2012ના રોજ આ બાળકી પોતાની બહેનો સાથે ફિલ્મ જોઇને પરત ફરી રહી હતી, ત્યારે બે લોકોએ તેનું અપહરણ કરીને તેની સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો અને લોહીલોહાણ હાલતમાં રોડ પર ફેંકી દીધી હતી. તેના આંતરડાથી લઇને શરીરના ઘણા અંગોમાં ઇન્ફેક્શન ફેલાઇ ચૂક્યું હતું. હવસખોરોએ બાળકીને એટલી ઇજા પહોંચાડી હતી કે તેના અત્યારસુધીમાં 12 ઓપરેશન થઇ ચૂક્યા છે, તેમ છતાં તેની હાલતમાં કોઇ સુધારો આવ્યો નથી.












Click it and Unblock the Notifications
