ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર ખુલ્યા, ચારધામ યાત્રાનો આરંભ

chardham-yatra
દહેરાદૂન, 13 મે : હિમાલયની ઊંચી ટોચ પર સ્થિત વિશ્વપ્રસિદ્ધ ગંગોત્રી અને યમનોત્રી ધામના દ્વાર છ મહિનાના અંતરાલ બાદ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર સોમવારે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ ચારધામ યાત્રાનો શુભારંભ થઇ ગયો છે.

ઉત્તરાકાશી જિલ્લાના ડૂંડા વિસ્તારના ઉપ જિલ્લા અધિકારી કે કે સિંહે જણાવ્યું કે માતા ગંગાને સમર્પિત ગંગોત્રી મંદિરના દ્વાર આજે વિધિપૂર્વક સવારે 2.25 વાગે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે વરિષ્ઠ પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓની હાજરીમાં મંદિરના રાવલ (મુખ્ય પૂજારી)પંડિત રમેશચંદ્ર સેમવાલે મંદિરના દરવાજા પર લાગેલા તાળા ખેલ્યા અને માતા ગંગાની મૂર્તિને પુનર્સ્થાપિત કરી હતી.

આ પહેલા માતા ગંગાની ડોલી તેમના શીતકાલીન પ્રવાસ મુખબા ગામથી સવારે નવ વાગે ગંગોત્રી પહોંચી હતી. ત્યાર બાદ તેમની પૂજા અર્ચના કરી હતી. પાછલા બે દિવસથી વરસાદ ચાલુ હતો. આજે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ગંગોત્રી મંદિરના દ્વારા ખોલતા સમયે થતી વિશેષ પૂજા અર્ચનાને જોવા માટે દેશ વિદેશના સેંકડો શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં હાજર હતા. બીજી તરફ ઉત્તરકાશી જિલ્લાના બડકોટથી મળેલી માહિતી અનુસાર, યમનોત્રી ધામના દ્વાર બપોરે 12.15 વાગે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X