પંજાબની જેલમાં ગેંગસ્ટર મુખ્તાર અંસારીને મળી VVIP ટ્રીટમેન્ટ, કડક કાર્યવાહીની તૈયારીમાં માન સરકાર
પંજાબની જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર અને ઉત્તર પ્રદેશના નેતા મુખ્તાર અંસારીને VVIP ટ્રીટમેન્ટ મળી. પંજાબ પોલીસના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. અહેવાલો અનુસાર, મુખ્તાર અંસારીએ VVIP ટ્રીટમેન્ટ માટે અધિકારીઓને લાંચ પણ આપી છે.
આ રિપોર્ટ બુધવારે પંજાબના સીએમ ભગવંત માન પાસે પહોંચ્યો છે. હવે સરકાર આ મામલે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. અંસારી જાન્યુઆરી 2019થી એપ્રિલ 2021 વચ્ચે પંજાબની રૂપનગર જેલમાં બંધ હતો.

અહેવાલો અનુસાર, તેને જેલમાં રહેવા દરમિયાન વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી એટલુ જ નહીં પરંતુ પંજાબ પોલીસ દ્વારા જે કેસમાં તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવ્યો હતો તેનુ ચાલાન પણ રજૂ કરવામાં આવ્યુ ન હતુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પંજાબ પોલીસના કેટલાક અધિકારીઓ પણ આ મામલામાં જવાબદાર છે.
2020માં, યુપી પોલીસે આરોપ લગાવ્યો હતો કે ગેંગસ્ટર મુખ્તાર અંસારીને રૂપનગર જેલમાં વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેના બદલામાં જેલ અધિકારીઓએ અંસારી પાસેથી લાંચ લીધી હતી. આ આરોપોને ધ્યાનમાં રાખીને, સરકારની રચનાના બે મહિના પછી, આમ આદમી પાર્ટીએ મામલાની તપાસ માટે એડીજીપી આરએન ધોકેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી.
આ સમિતિએ બુધવારે સીએમ ભગવંત માનને રિપોર્ટ સોંપ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે અંસારીને મદદ કરનાર અધિકારીઓ વિરુદ્ધ કેસની ભલામણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ મામલે મોટી કાર્યવાહી થઈ શકે છે.
2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગેંગસ્ટર અંસારીને જેલમાં વિશેષ સુવિધાઓ આપવાનો મુદ્દો પણ ગરમાયો હતો. કારણ કે જે સમયે અંસારી રૂપનગર જેલમાં બંધ હતો તે સમયે પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની સરકાર હતી અને સુખજિંદર સિંહ રંધાવા જેલ મંત્રી હતા. અંસારીનો કોંગ્રેસના નેતાઓ સાથે સંબંધ હોવાનો આરોપ હતો.
જાન્યુઆરી 2019માં મોહાલી પોલીસ અંસારીને ઉત્તર પ્રદેશની જેલમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવી હતી. અંસારી પર મોહાલીના સેક્ટર-70માં બિલ્ડર પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ હતો. 24 જાન્યુઆરી, 2019ના રોજ, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને રોપર જેલમાં મોકલી આપવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
