અકસ્માત બાદ વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરતા એન્કાઉન્ટરઃ પોલીસ સૂત્ર

અકસ્માત બાદ વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરતા એન્કાઉન્ટરઃ પોલીસ સૂત્ર

લખનઉઃ કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને લઇ કાનપુર લાવી રહેલા એસટીએફના કાફલાની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ છે, આ ગાડીમાં વિકાસ દુબે પણ સવાર હતો, ઘટના કાનપુર ટોલ પ્લાઝાથી 25 કિમી દૂર ઘટી છે, હાલ ઘાયલોને નજીકના હોસ્પિટલે દાખલ કરવામા આવ્યા છે, ઘટના સ્થળે પોલીસના ઉપરી અધિકારીઓ પણ પહોંચી ગયા છે. પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે અકસ્માત બાદ વિકાસ દુબેએ એસટીએફના જવાનોના હથિયાર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે વિકાસ દુબેને એસટીએફ સ્ટાફે ગોળી ધરબી દીધી છે.

vikas dubey

ગંભીર હાલતમાં વિકાસ દુબેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે 8 પોલીસકર્મીની હત્યાના કુખ્યાત આરોપી વિકાસ દુબેના બે સાથીઓનું એન્કાઉન્ટર થયા બાદ વિકાસ દુબેએ મોતના ડરથી ઉજ્જૈનના મંદિરમાંથી સરેન્ડર કરી દીધુ હતું જેને લઇ પોલીસ આજે સવારે કાનપુર પહોંચી ગઇ હતી. માહિતી મુજબ મધ્ય પ્રદેશ પોલીસે વિકાસ દુબેની ધરપકડ નહોતી કરી, એવામાં ટ્રાંજિટ રિમાંડની જરૂરત નહોતી પડી, મધ્ય પ્રદેશના મુખ્યમત્રી શિવરાજ સિંહ ચૌહાણના નિર્દેશ પર યુપી પોલીસને વિકાસ દુબે સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે વિકાસ દુબેના મોતના સમાચારની પુષ્ટતા કરી છે.

આ વિશે વાત કરતા મધ્ય પ્રદેશના એડીજી કાનૂન-વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે વિકાસ દુબે ગેંગના તમામ સભ્યોની ધરપકડ ના થાય ત્યાં સુધી પોલીસનું અભિયાન ચાલુ રહેશે. તમામ દોષિતોને કાનૂનના હવાલે કરી આકરી સજા અપાય તેવી કોશિશ કરાશે.

અકસ્માત કેવી રીતે થયો

ઘટનાને લઇ યુપી એસટીએફના ઑફિસર હાલ કંઇપણ બોલવાથી બચી રહ્યા છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેજ વરસાદ અને ગાડીનીગતિ પણ તેજ હવાના કારણે ગાડી પલટી ગઇ છે. હાલ ક્રાઇમ સીન પર કોઇને પણ જવાની મંજૂરી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X