વાંચો પત્ર: કેજરીવાલે રાહુલ ગાંધીને પત્ર લખી પૂછ્યા આ 4 પ્રશ્નો

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રના માધ્યમથી અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધીને ચાર પ્રશ્નો પૂછ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે થોડા દિવસો પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પ્રશ્નો પૂછ્યાં હતા. અરવિંદ કેજરીવાલે પૂછ્યું હતું કે વધતા જતા ગેસના ભાવ રોકવા માટે નરેન્દ્ર મોદીએ શું કરશે. દેશમાં કાળુનાણું કેવી રીતે પાછું આવશે. પાર્ટીઓ ભ્રષ્ટાચાર કેવી ખતમ કરશે. અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીને ભાજપના ચૂંટણી ખર્ચ અને પાર્ટીના ચૂંટણી અભિયાનને કોણ લોકો ફંડ કરી રહ્યાં છે તેને સાર્વજનિક કરે.

અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું હતું કે તમે વડાપ્રધાન પદના ઉમેદવાર છો, પરંતુ મુદ્દાઓ પર તમે મૌન કેમ છો. એક આમ આદમી જાણવા માંગે છે કે જો તમારી પાર્ટી સરકાર બનાવે છે અને તમે વડાપ્રધાન બનો છો તો શું તમે ગેસના ભાવ 8 ડૉલર પ્રતિ યૂનિટથી ઘટાડીને 4 ડોલર સુધી લાવી શકશો.

ગેસના ભાવમાં વધારો

ગેસના ભાવમાં વધારો

તારીખ 22.02.2014
આદરણીય શ્રી રાહુલ ગાંધીજી,
ગેસ ગોટાળાના મુદ્દે શ્રી મુકેશ અંબાણીજીના વિરૂદ્ધ આમ આદમી પાર્ટી સરકારની એન્ટી કરપ્શન બ્રાંચે એફઆરઆઇ દાખલ કરી હતી. આરોપ છે કે યુપીએ સરકારના કેટલાક મંત્રીઓએ શ્રી મુકેશ અંબાણીને ખોટી રીતે ફાયદો પહોંચાડવાના ઇરાદે ગેસના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. શ્રી મુકેશ અંબાણીજીને વર્ષ 2000માં તત્કાલીન એન.ડી.એ સરકારે ગેસ કાઢવા મટે કેટલાક ગેસના કુવા આપ્યા હતા. અંબાણીજીને 17 વર્ષ સુધી 2.3 ડૉલર પ્રતિ યુનિટ મુજબ સરકારને ગેસ આપવાનો હતો. પરંતુ પછી સમયાંતરે સરકાર પર ખોટી રીતે દબાણ કરીને શ્રી મુકેશ અંબાણીને ગેસના ભાવ 4 ડોલર પ્રતિ યૂનિટથી પણ વધારે કરાવી દિધી.

ખર્ચ 1 ડોલર પ્રતિ યૂનિટ, ચૂકવણી 8 ડોલર પ્રતિ યૂનિટ

ખર્ચ 1 ડોલર પ્રતિ યૂનિટ, ચૂકવણી 8 ડોલર પ્રતિ યૂનિટ

આરોપ છે કે આ કુવાઓમાંથી ગેસ કાઢવાનો ખર્ચ માત્ર 1 ડોલર પ્રતિ યૂનિટથી પણ ઓછો આવે છે. તેનો અર્થ કેન્દ્ર સરકાર શ્રી મુકેશ અંબાણીને 1 ડોલરથી પણ ઓછી વસ્તુના 4 ડોલર આપી રહી છે. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે કેન્દ્ર સરકારે આદેશ મંજૂર કરી દિધો કે 1 એપ્રિલ 2014થી શ્રી મુકેશ અંબાણીને 8 ડોલર પ્રતિ યૂનિટના હિસાબે ગેસના ભાવ આપવામાં આવશે.

દિલ્હીના વાર્ષિક બજેટ કરતાં પણ વધુ ફાયદો

દિલ્હીના વાર્ષિક બજેટ કરતાં પણ વધુ ફાયદો

કહેવામાં આવે છે કે શ્રી મુકેશ અંબાણીને આનાથી વાર્ષિક 54,000 કરોડનો ફાયદો થશે. આખા દિલ્હી રાજ્યનું વાર્ષિક બજેટ 40,000 કરોડ હોય છે એટલે કે મુકેશ અંબાણીજીને આખા દિલ્હીના બજેટ કરતાં પણ વધુ ફાયદો આપી રહી છે. અને આ બધા પૈસા આપણા ખિસ્સામાંથી જશે. કેમ?

મોંઘવારી વધી જશે

મોંઘવારી વધી જશે

એક એપ્રિલથી દેશની અંદર ત્રાહિમામ મચી ગયો છે. ગેસના ભાવ વધી જશે. તેનાથી આખા દેશમાં મુસાફરી મોંધી બની જશે. આ ગેસથી દેશમાં વિજળીનું ઉત્પાદન થાય છે, તો વિજળી પણ મોંઘી થઇ જશે. આ ગેસથી ખાદ્ય બને છે, તો ખાવા-પીવાની વસ્તુઓ પણ મોંઘી થઇ જશે. તમે સમજી શકો છો કે દેશમાં કેટલી મોંઘવારી થઇ જશે.

ગેસના મુદ્દે મુદ્દે મૌન કેમ છો?

ગેસના મુદ્દે મુદ્દે મૌન કેમ છો?

તમે અને મોદીજી હજુ સુધી આ મુદ્દે મૌન કેમ છો? આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. એવું માનવામાં આવે છે કે જો યુપીએની સરકાર બને છે તો તમે વડાપ્રધાન હશો. તેથી આટલા મહત્વપૂર્ણ મુદ્દા પર મૌન યોગ્ય નથી. આમ તો લોકોનું માનવું છે કે હાલની યુપીએ સરકાર કોઇપણ મહત્વનો નિર્ણય તમારા પરિવારને પૂછ્યા વિના લેતી નથી.

શું તમે અંબાણીને સમર્થન કરો છો

શું તમે અંબાણીને સમર્થન કરો છો

લોકોનું માનવું છે કે આ નિર્ણય પણ સરકારે તમારા પરિવારને પૂછીને લીધો હતો. પરંતુ તેમછતાં લોકો તમારા મોંઢેથી સાંભળવા માંગે છે કે શું તમે મુકેશ અંબાણીજીને 8 ડોલર પ્રતિ યૂનિટ ગેસના ભાવ આપવાને સમર્થન કરો છો?

બંને પાર્ટીઓના મુકેશ અંબાણી સાથે ઘનિષ્ઠ સંબંધ છે?

બંને પાર્ટીઓના મુકેશ અંબાણી સાથે ઘનિષ્ઠ સંબંધ છે?

લોકો એમપણ કહી રહ્યાં છે કે ચૂંટણીના થોડા મહિના પહેલાં ગેસના ભાવ બમણા કરવાનો ઓર્ડર કેમ આપ્યો? શું તેના બદલામાં શ્રી મુકેશ અંબાણીજીએ કોંગ્રેસને એક નંબર અથવા બે નંબરમાં દાન કર્યું છે? અથવા તો અન્ય કોઇ ફાયદો પહોંચાડ્યો છે? જો હા તો તે કેવી રીતે? જ્યારે આમ આદમી પાર્ટી સરકારની એન્ટી કરપ્શન બ્રાંચે આ મુદ્દે શ્રી મુકેશ અંબાણી વિરૂદ્ધ વિરોધ નોંધાવ્યો તો ભાજપ અને કોંગ્રેસ બંનેના વરિષ્ઠ નેતાઓએ તેનો ઘોર વિરોધ કર્યો. શું બંને પાર્ટીઓના મુકેશ અંબાણીજી સાથે ઘનિષ્ઠ સંબંધ છે?

મુકેશ અંબાણી તમને ફંડ કરી રહ્યાં છે?

મુકેશ અંબાણી તમને ફંડ કરી રહ્યાં છે?

તમે અને નરેન્દ્ર મોદીજી બંને દેશ-વિદેશમાં ફરવા માટે હેલિકોપ્ટર અને વિમાનનો ઉપયોગ કરો છો. તે હેલિકોપ્ટર, હવાઇ જહાજ કોના છે? સમાચાર પત્રોમાં છપાયેલા સમાચાર અનુસાર તમે ખુલ્લેઆમ શ્રી મુકેશ અંબાણીના જહાજોમાં ફરો છો. લોકો કહે છે કે નરેન્દ્ર મોદીજી પણ તેમનું વિમાન ઉપયોગ કરે છે. શું તે વિમાન ફ્રીમાં મળે છે અથવા તમે તેનું ભાડું આપો છો? પ્રજામાં ચર્ચા છે કે તમારી એક-એક રેલી પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે. આ બધા પૈસા કોના છે? કેટલાક લોકોનું કહેવું છે કે શ્રી મુકેશ અંબાણી તમને ફંડ કરી રહ્યાં છે. શું આ સાચું છે?

કોંગ્રેસ તો મુકેશ અંબાણીની દુકાન છે

કોંગ્રેસ તો મુકેશ અંબાણીની દુકાન છે

નીરા રાડિયા ટેપમાં એવું સામે આવ્યું છે કે શ્રી મુકેશ અંબાણીજી ગર્વ સાથે કહે છે કે કોંગ્રેસ તો મુકેશ અંબાણીની દુકાન છે. લોકો કહે છે કે કેન્દ્રિય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની પોસ્ટીંગમાં શ્રી મુકેશ અંબાણીની દરમિયાનગિરી હોય છે અને હકિકતમાં યુપીએ સરકાર તો શ્રી મુકેશ અંબાણી જ ચલાવે છે. શું આ સત્ય છે? તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ મુદ્દે મૌન તોડો અને દેશની જનતાને નિમ્નલિખિત પ્રશ્નોના જવાબ આપો.

પ્રશ્ન નંબર 1

પ્રશ્ન નંબર 1

શું તમે શ્રી મુકેશ અંબાણીને 8 ડોલર પ્રતિ યૂનિટ ગેસના ભાવ આપવાને સમર્થન કરો છો? જો નહી, તો તમે તમારી સરકારને કહીને આ આદેશને રદ કરાવશો?

પ્રશ્ન નંબર 2

પ્રશ્ન નંબર 2

શ્રી મુકેશ અંબાણીજી સાથે તમારા અને તમારી પાર્ટીના શું સંબંધ છે?

પ્રશ્ન નંબર 3

પ્રશ્ન નંબર 3

તમારા ચૂંટણી પ્રચાર પાછળ કેટલા પૈસા ખર્ચ થઇ રહ્યાં છે અને તે પૈસા ક્યાંથી આવી રહ્યાં છે?

પ્રશ્ન નંબર 4

પ્રશ્ન નંબર 4

શું તમે શ્રી મોઇલીને આ વખતે લોકસભાની ટિકીટ આપશો? તમારા કેટલાક મંત્રીઓ પર પણ સમયાંતરે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે જેમ કે શ્રી સલમાન ખુર્શીદ, શ્રી કમલનાથ, શ્રી શરદ પવાર, શ્રી પી. ચિદંમ્બરમ, શ્રી કપિલ સિબ્બલ વગેરે. શું તમે આ બધાને ટિકીટ આપશો?

આ મુદ્દાઓ પર તમારો વિચાર સાર્વજનિક કરો

આ મુદ્દાઓ પર તમારો વિચાર સાર્વજનિક કરો

જો કે આ પત્રમાં જનતાને સંબંધિત મુખ્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, એટલા માટે હું પત્રને સાર્વજનિક કરી રહ્યો છું. ભલે તમે મને આ પત્રનો સીધો જવાબ ન આપો, પરંતુ જો તમે આ મુદ્દાઓ પર તમારા વિચાર સાર્વજનિક રીતે વ્યક્ત કરી દેશો તો લોકોના મનમાંથી શંકા દૂર થઇ જશે.
અરવિંદ કેજરીવાલ

English summary
Aam Aadmi Party (AAP) chief Arvind Kejriwal shot off a letter to Congress vice president Rahul Gandhi asking him to clear his stand on the gas pricing issue involving Reliance chairman Mukesh Ambani.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.