For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોડસે પરના નિવેદન માટે સાધ્વી પ્રજ્ઞા પર ભડકી ગૌહર ખાન- ચૂંટણી તો તેમછતાં...

પ્રજ્ઞા ઠાકુર સતત પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં ઘેરાયેલી છે. આ વખતે તેમના નિવેદન પર અભિનેત્રી ગૌહર ખાનનો ગુસ્સો તૂટી પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભોપાલથી ભાજપની લોકસભા ચૂંટણીના ટિકિટ મળ્યા બાદથી પ્રજ્ઞા ઠાકુર સતત પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં ઘેરાયેલી છે. આ વખતે તેમના નિવેદન પર અભિનેત્રી ગૌહર ખાનનો ગુસ્સો તેમના પર તૂટી પડ્યો છે. વાસ્તવમાં સાધ્વી પ્રજ્ઞાએ હાલમાં જ પોતાના એક નિવેદનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી દીધા હતા. આના પર ભાજપે તેમના આ નિવેદનને પર્સનલ ગણાવીને પોતાના હાથ ખંખેરી લીધા તો પ્રજ્ઞાએ આના પર માફી માંગી લીધી હતી.

આ પણ વાંચોઃ અમરિંદર સિંહના કારણે ટિકિટ કપાવાના પત્નીના દાવા પર સિદ્ધુઃ એ ક્યારેય ખોટુ નથી બોલતીઆ પણ વાંચોઃ અમરિંદર સિંહના કારણે ટિકિટ કપાવાના પત્નીના દાવા પર સિદ્ધુઃ એ ક્યારેય ખોટુ નથી બોલતી

પ્રજ્ઞાએ માંગી માફી તો ભડકી ગૌહર

પ્રજ્ઞાએ પોતાના નિવેદન પર માફી માંગીને ટ્વીટ કર્યુ કે, ‘હું નાથુરામ ગોડસે વિશે આપેલા મારા નિવેદન માટે દેશની જનતાની માફી માંગુ છુ. મારુ નિવેદન એકદમ ખોટુ હતુ. હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ખૂબ સમ્માન કરુ છુ.' આના પર ગૌહરે કટાક્ષ કરીને કહ્યુ, ‘ચલો બાળકો, ખુશ થઈ જાવ... સૉરી કહી દીધુ...સૉરી કહી દીધુ.. પરંતુ તેમછતાં ચૂંટણી તો લડશે.' તમને જણાવી દઈએ કે આ ટ્વીટને અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ રિટ્વિટ કર્યુ.

‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત જ રહેશે'

હાલમાં જ અભિનેતા કમલ હાસને નાથુરામ ગોડસેને હિંદુ આતંકવાદી કહ્યા હતા. આના પર જવાબ આપીને પ્રજ્ઞાએ કહ્યુ હતુ કે, ‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત જ રહેશે. તેમને આતંકવાદી કહેનારા લોકોએ પોતાની અંદર ઝાંકીને જોવુ જોઈએ.' પ્રજ્ઞાના આ નિવેદનથી જાણે કે ભૂકંપ આવી ગયો છે. વળી તેમની પોતાની પાર્ટી ભાજપે પણ આને તેમનુ પર્સનલ મંતવ્ય ગણાવીને હાથ ખંખેરી લીધા છે. ત્યારબાદ પ્રજ્ઞાએ આના પર માફી માંગી છે.

‘આઝાદ ભારતનો પહેલો હિંદુ આતંકવાદી હતો'

‘આઝાદ ભારતનો પહેલો હિંદુ આતંકવાદી હતો'

તમિલનાડુના કરૂર જિલ્લાના અરિવાકુરિચી વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીથી એમએનએમના ઉમેદવાર મોહનરાજ માટે પ્રચાર કરીને કમલ હાસને કહ્યુ હતુ કે, ‘આઝાદ ભારતનો પહેલો આતંકવાદી એક હિંદુ હતો અને તેનુ નામ નાથુરામ ગોડસે હતો. હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણકે અહીં બધા મુસ્લિમ હાજર છે. હું મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ઉભો રહીને આ કહી રહ્યો છુ.'

English summary
gauhar khan slams pragya thakur for apologising her statement on nathuram godse
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X