'ગૌતમ અદાણીએ કોલસાના ભાવ વધાર્યા એટલે મોંઘી થઈ વિજળી', મોદી સરકાર પર રાહુલ ગાંધીનો પ્રહાર
Rahul Gandhi Attack On Modi Government: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી અને તેમની કંપનીને લઈને ફરી મોદી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે અદાણીજી ઈન્ડોનેશિયાથી કોલસો ખરીદે છે અને જ્યારે તે કોલસો ભારત પહોંચે છે ત્યારે તેની કિંમત વધી જાય છે.
રાહુલે વધુમાં કહ્યું કે આ રીતે અદાણીજીએ ભારતના નાગરિકોના ખિસ્સામાંથી લગભગ 12 હજાર કરોડ રૂપિયા કાઢી લીધા છે. અદાણીએ કોલસાના ભાવ વધાર્યા, જેના કારણે વીજળી મોંઘી થઈ ગઈ. ભારતના નાગરિકોએ સમજવું પડશે કે તમારા વીજળીના બિલમાં થયેલા વધારાને કારણે 12 હજાર કરોડ રૂપિયા સીધા અદાણીના ખિસ્સામાં ગયા છે.

તેમણે કહ્યું કે રસપ્રદ વાત એ છે કે આ વાત આવે છે, પરંતુ ભારતીય મીડિયા એક પણ પ્રશ્ન પૂછતું નથી. અગાઉ અમે 20 હજાર કરોડ રૂપિયાની વાત કરી હતી અને સવાલ પૂછ્યો હતો કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા. હવે ખબર પડી કે 20 હજાર કરોડ રૂપિયાનો આંકડો ખોટો હતો, તેમાં 12 હજાર કરોડ રૂપિયા ઉમેરાઈ ગયા છે અને કુલ આંકડો 32 હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે.
ગૌતમ અદાણી INDIA ગઠબંધનનો ભાગ એવા એનસીપી ચીફ શરદ પવારને મળ્યા હતા, જેના પર કોંગ્રેસે કશું કહ્યું નહીં. આ અંગે રાહુલ ગાંધીને સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. તેના પર તેમણે કહ્યું કે મે આ પ્રશ્ન શરદ પવારને પૂછ્યો નથી કારણ કે તેઓ વડાપ્રધાન નથી. શરદ પવાર અદાણીને બચાવી રહ્યા નથી, પીએમ મોદી તેમને બચાવી રહ્યા છે, તેથી જ મે તેમને આ પ્રશ્ન પૂછ્યો હતો. જો શરદ પવાર વડાપ્રધાન હોત અને અદાણીને બચાવ્યા હોત તો હું આ પ્રશ્ન શરદ પવારને પૂછતો હોત.












Click it and Unblock the Notifications
