For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈગિંક શારિરીક સંબંધ મુદ્દે સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી નકારી કાઢી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: સમલૈગિંક યૌન સંબંધો આધારિત પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની સુપ્રીમ કોર્ટે મનાઇ કરી દિધી છે. કોર્ટે ડિસેમ્બર 2013ના ચૂકાદા પર પુનર્વિચાર માટે કેન્દ્ર અને સમલૈગિંક યૌન સંબંધોની તરફેણ કરનાર કાર્યકર્તાઓની અરજી નકારી કાઢી છે.

બિન સરકારી સંગઠન નાઝ ફાઉન્ડેશને આ ચૂકાદાના અમલ પર પ્રતિબંધ લગાવવાનો અનુરોધ કરતાં દલીલ કરી હતી કે ચાર વર્ષ પહેલાં દિલ્હી હાઇકોર્ટના નિર્ણય બાદ હજારો સમલૈગિંકોએ યૌન સંબંધો વિશે પોતાની ઓળખ સાર્વજનિક કરી છે અને હવે તેમના પર કેસ ચલાવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી યાચિકાને કોર્ટે નકારી કાઢી છે.

supreme-court

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 11 ડિસેમ્બરના રોજ દિલ્હી હાઇકોર્ટના 2 જુલાઇ 2009ના ચૂકાદાને નિરસ્ત કરતાં કહ્યું હતું કે અપ્રાકૃતિક યૌન સંબંધને ગુનો જાહેર કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 377 અસંવૈધાનિક નથી. કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટની વ્યવસ્થા કાયદાકીય દ્રષ્ટિએ ટકાઉ છે.

English summary
The Supreme Court has refused to review its controversial order restoring a colonial era ban on gay sex.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X